- સુરત અને નવસારી સહિત 20 જગ્યાએ રેડ પાડવામાં આવી હતી
- ઓફિસમાંથી 10 કરોડના હીરા બિનહિસાબી મળી આવ્યા હતા
- 10 બેન્ક લોકર અને 2 કરોડની રોકડ તથા જ્વેલરી પણ સીઝ કરવામાં આવી છે
સુરત : આવકવેરા વિભાગની ડીઆઇ વિંગ દ્વારા નવસારીના રત્નકલાકારો એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના ત્યાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનના ત્રણ દિવસમાં અધિકારીઓને હજારો કરોડથી વધુના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. મુંબઈ, સુરત, નવસારી, વાંકાનેર અને મોરબીની ઓફિસોમાં સર્ચ કાર્યવાહી કરવામાં આવી હતી.
10 કરોડના હીરા બિનહિસાબી મળી આવ્યા
આવકવેરા વિભાગના અધિકારીઓ મુજબ મુંબઈના ભારત ડાયમંડ બુર્સમાં આવેલી ઓફિસમાંથી 10 કરોડના હીરા બિનહિસાબી મળી આવ્યા હતા. આવકવેરાના અધિકારીઓએ હીરાના આ લોટની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. સાથે-સાથે એસેસમેન્ટમાં તેને લગતી નોંધ કરવામાં આવી છે.
કંપની બેલ્જિયમમાં ઓફિસ ધરાવે છે
આ ઉપરાંત 40 કરોડનો ભંગાર વેચ્યો હોવાની વિગતો પણ ડોક્યુમેન્ટ સ્વરૂપે આવકવેરાના અધિકારીઓને મળી આવી છે. આ કંપની દ્વારા 40 કરોડની જમીનની લે-વેચ કરવામાં આવી હતી. તેના દસ્તાવેજ પણ આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા 10 બેન્ક લોકર અને 2 કરોડની રોકડ તથા જ્વેલરી પણ સીઝ કરવામાં આવી છે.