ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં ઇસ્માઇલ સુરમાનો આતંક, સ્થાનિક મહિલાઓએ ફરી એક વખત પોલીસ કમિશ્નરને રજૂઆત કરી

સુરતના રાંદેર વિસ્તારમાં માથાભારે યાકુબ ઉર્ફે ચાકુ ઇસ્માઇલ સુરમાનો આતંક વધી રહ્યો છે. થોડા દિવસ અગાઉ તેણે ઇરફાન મોહમંદ જીવા નામના શખ્સ પર જીવલેણ હુમલો કર્યો હતો, ત્યારે સ્થાનિક મહિલાઓએ ફરી એક વખત આ મામલે સુરત પોલીસ કમિશ્નરને રજૂઆત કરી છે. આ મામલે તેની સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

સુરતમાં ચાકુ ઇસ્માઇલ સુરમાનો આતંક, સ્થાનિક મહિલાઓએ ફરી એક વખત  પોલીસ કમિશનરને કરી રજૂઆત
સુરતમાં ચાકુ ઇસ્માઇલ સુરમાનો આતંક, સ્થાનિક મહિલાઓએ ફરી એક વખત પોલીસ કમિશનરને કરી રજૂઆત

By

Published : Oct 24, 2020, 4:43 PM IST

  • યાકુબ ઉર્ફે ચાકુ ઇસ્માઇલ સુરમાનો આતંક
  • ઇરફાન મોહમંદ જીવા નામના શખ્સ પર કર્યો જીવલેણ હુમલો
  • સુરમાના વિરોધમાં મહિલાઓએ ઉઠાવ્યો અવાજ
  • પોલીસ કમિશ્નરને કરી રજૂઆત

સુરત : રાંદેર વિસ્તારમાં માથાભારે યાકુબ ઉર્ફે ચાકુ ઇસ્માઇલ સુરમાનો આતંક વધી રહ્યો છે. થોડા દિવસ અગાઉ તેણે ઇરફાન મોહમંદ જીવા નામના શખ્સ પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે સ્થાનિક મહિલાઓએ ફરી એક વખત આ મામલે સુરત પોલીસ કમિશ્નરને રજૂઆત કરી છે. આ મામલે તેની સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

સુરતમાં સુરમાનો આતંક

સુરતના રાંદેર વિસ્તારમાં માથાભારે યાકુબ ઉર્ફે ચાકુ ઇસ્માઇલ સુરમાનો આતંક વધી રહ્યો છે. સ્થાનિક મહિલાઓએ આ મામલે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી તેની સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. જો કે, આજદિન સુધી તેની ધરપકડ ન થતા ફરી એક વખત રાંદેરની મહિલાઓએ પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપ્યું હતું.

સુરતમાં ચાકુ ઇસ્માઇલ સુરમાનો આતંક, સ્થાનિક મહિલાઓએ ફરી એક વખત પોલીસ કમિશનરને કરી રજૂઆત


બેનરો સાથે મહિલાઓનો વિરોધ
મહિલાઓએ માથાભારે શખ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે વિરોધ કર્યો હતો. બેનરો સાથે મેદાને ઉતરી જલદી જ સુરમા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી. બેનરોમાં રાંદેરને ભયમુક્ત કરો, બેખોફ આરોપીઓની ધરપકડ કરો, આજે ઇમરાન હવે પછી કોણ અને રાંદેરમાં થતી ગુંડાગીરી રોકો જેવું લખાણ પણ લખવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details