ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના ધારાસભ્ય શું પોતાને ડૉક્ટર સમજી રહ્યા છે ? : દર્દીને રેમડેસિવિર આપતા ધારાસભ્ય પર કોંગ્રેસે કહ્યું, સસ્તી પ્રસિદ્ધી મેળવવાના પ્રયાસ - SURAT DAILY UPDATES

સુરત કામરેજના ધારાસભ્ય વી.ડી ઝાલાવાડિયા વિવાદમાં આવ્યા છે. સરથાણા ખાતે ભાજપના નેતાઓ દ્વારા કોરોના દર્દીઓ માટે આઈસોલેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ સેન્ટરમાં ધારાસભ્ય બી. ડી. ઝાલાવાડીયા ડોક્ટરોની હાજરીમાં જ દર્દીને રેમડીસીવીર ઇન્જેક્શન આપતા હોવાનો વીડિયો સામે આવ્યો છે.

સુરત
સુરત

By

Published : May 23, 2021, 2:30 PM IST

  • ધારાસભ્ય દર્દીને રેમડીસીવીર ઇન્જેક્શન આપતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
  • ધારાસભ્ય વી.ડી ઝાલાવાડિયા હસતા હસતા ઇન્જેક્શન આપી રહ્યા છે
  • મજાક લાગતી હોય તેવી રીતે દર્દી સાથે ખિલવાડ

સુરત: ધોરણ 5 સુધી જ અભ્યાસ કરેલા ભાજપના ધારાસભ્ય દર્દીને રેમડીસીવીર ઇન્જેક્શન આપતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ડોક્ટર હાજર હોવા છતાં ધારાસભ્ય વી.ડી ઝાલાવાડિયા હસતા હસતા ઇન્જેક્શન આપી રહ્યા છે. જાણે તેમને એક મજાક લાગતી હોય તેવી રીતે દર્દી સાથે ખિલવાડ કરી રહ્યા છે.

ધારાસભ્ય વી.ડી ઝાલાવાડિયા વિવાદમાં આવ્યા

સુરત કામરેજના ધારાસભ્ય વી.ડી ઝાલાવાડિયા વિવાદમાં આવ્યા છે. સરથાણા ખાતે ભાજપના નેતાઓ દ્વારા કોરોના દર્દીઓ માટે આઈસોલેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ સેન્ટરમાં ધારાસભ્ય બી. ડી. ઝાલાવાડીયા ડોક્ટરોની હાજરીમાં જ દર્દીને રેમડીસીવીર ઇન્જેક્શન આપતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. ધોરણ 5 અભ્યાસ કરેલા ધારાસભ્ય વી. ડી. ઝાલાવાડીયાને મજાક લાગતી હોય તેમ દર્દીને ઇન્જેક્શન આપી રહ્યા છે. દર્દીની સેવા કરવા આવેલા ધારાસભ્ય ઇન્જેક્શન આપી દર્દી સાથે મજાક કરી રહ્યા હોય એમ કહી શકાય છે.

સુરતના ધારાસભ્ય શું પોતાને ડૉક્ટર સમજી રહ્યા છે ?

આ પણ વાંચો:પોરબંદરના બધી રાંધ બાળકોએ અનોખી રીતે રજૂ કર્યું રાષ્ટ્રીય ગીત, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ડોક્ટરો હજાર હોવા છતાં દર્દીને ઇન્જેક્શન આપ્યું

વીડિયોમાં ધારાસભ્ય દર્દીને ઇન્જેક્શન આપી રહ્યા છે ઇન્જેક્શન આપી રહેલા ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાને આ બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, હું 40 દિવસથી સતત સરથાણા ખાતે આઇસોલેશન સેન્ટરમાં સેવા કરી લોકોને સારા કરી રહ્યા છે. મારો કોઈ હેતુ કોઈ વિવિધ કરવાનો નથી માત્ર રેમડીસીવીર જે બોટલ દર્દીને આપવાની હોય એમને આપેલી નથી. દર્દીને ઇન્જેક્શન આપવા માટે પહેલા રેમડીસીવીર મિક્સ કરવાનું હોય છે એ ઇન્જેક્શન મેં આપેલું છે. કોઈ દર્દીને ઇન્જેક્શન મેં આપેલું નથી. 10થી 15 ડોકટર ત્યાં હાજર હતા. આ વિસ્તારની અંદર ઘણા દર્દીઓને સારા કર્યા છે. ભાજપ દ્વારા અમારા કાર્યકર્તાઓ વરાછા વિધાનસભા,કામરેજ વિધાનસભાના સંયુક્ત પણે આ સેવાની કામગીરી કરી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકતાઓ વિરોધ કરી રહ્યા છે.

આ પણ વાંચો:જૂનાગઢમાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી મહિલાએ દારુના વેચાણનો કર્યો પર્દાફાશ

ડોકટરની ડીગ્રી નહીં હોવા છતાં રેમડીસીવીર ઇન્જેક્શન દર્દીને આપી ફોટો સેસન કરી રહ્યા છે - કોંગ્રેસ નેતા

ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાનો ઇન્જેક્શન આપતો વીડિયો સામે આવતા કોંગ્રેસે વી.ડી ઝાલાવાડિયા પર આક્રમણ કર્યું છે. કોંગ્રેસ નેતા સુરેશ સોનવને એ જણાવ્યું હતું કે, ધારાસભ્ય વી. ડી. ઝાલાવાડિયા ડોકટરની ભૂમિકા કરતા એક વીડિયોમાં દેખાઈ આવી રહ્યા છે. ડોકટરની ડીગ્રી નહીં હોવા છતાં રેમડીસીવીર ઇન્જેક્શન દર્દીને આપી ફોટો સેસન કરી રહ્યા છે. પ્રસિદ્ધ મેળવા માટે આવી રીતે હરકત કરતા હોય છે.

ABOUT THE AUTHOR

...view details