ગુજરાત

gujarat

ETV Bharat / city

માત્ર સામાન્ય પ્રજા માટે છે કોરોના ગાઈડલાઈન ? નેતાઓને તમામ વાતની છૂટ! - Jignesh Patil

રાજ્યમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે નેતાઓ સરકારી ગાઈડલાઈન નેવે મૂકિને ઉજવણી કરતા વાંરવાંર જોવા મળી છે. હાલમાં સી.આર.પાટીલના પુત્રનો સુરત ખાતે બર્થ ડે ઉજવવામાં આવ્યો હતો જેમા કોરોના ગાઈડલાઈની સંપુર્ણપણે અવગણના કરવામાં આવી હતી.

corona
માત્ર સામાન્ય પ્રજા માટે છે કોરોના ગાઈડલાઈન ? નેતાઓને તમામ વાતની છૂટ!

By

Published : Apr 4, 2021, 7:52 PM IST

  • કોરોના માત્ર સામાન્ય પ્રજાને જ થઈ શકે છે
  • સુરતમાં નેતાના પુત્રને તમામ છૂટ
  • બર્થડે પાર્ટીમાં સોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગ્રા

સુરત :ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલનો જાહેરમાં બર્થડે ઉજવવામાં આવ્યો હતો. નેતાના પુત્રના બર્થડે ઉજવણીમાં સુરત પોલીસને ધારા 144 માટે આંખ આડા કાન કર્યા હતા. ઉજવણીમાં સોશિયલ ડિસટન્સના ધજાગરા પણ ઉડવામાં આવ્યા હતા.

સુરતમાં 144ની કલમ લાગું

ગુજરાતમાં સૌથી વધારે કોરોના કેશ સુરત શહેરમાં દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે કોરોના કેસને નિયંત્રણ લાવવા માટે સુરત પોલીસ દ્વારા 30 માર્ચ થી 13 એપ્રિલ સુધી સુરત શહેરમાં 144ની કલમ લગાવામાં આવી છે. ચારથી વધુ વ્યક્તિઓ એકઠા થવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે ગઈકાલે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબના પુત્ર જીગ્નેશ પાટીલનો જન્મદિવસ જાહેરમાં ઉજવવામાં આવ્યો ત્યારે આ જન્મદિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સુરત શહેર પોલીસ ભુલી ગઈ હતી કે શહેકમાં 144ની કલમ લાગું કરવામાં આવી છે.

આ પણ વાંચો : સુરત મનપામાં પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલ જૂથના તમામ લોકોને પદ આપવામાં આવ્યાં


જન્મદિવસની ઉજવણીમાં સોશિયલ દીકસન્સના ધજાગરા ઉડાવવામાં આવ્યા

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબના પુત્ર જીગ્નેશ પાટીલની ગઈકાલે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગેશ નગરમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી ઢોલ નગારા સાથે કરવામાં આવી હતી. તે દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તે જગ્યા ઉપર સેનેટાઈઝર વગેરેની વ્યવસ્થા પણ ન કરવામાં આવી હતી જોકે કેટલાક લોકો માસ્ક વગર પણ જોવા મળ્યા હતા. આ જન્મદિવસની ઉજવણીમાં એમ લાગી રહ્યું હતું કે સરકાર દ્વારા આપવામાં આવેલા નિયમો ફક્ત અને ફક્ત જ સામાન્ય જનતા માટે હોય એમ લાગી રહ્યું હતું, કારણકે આ જન્મદિવસની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા. જોકે ખુદ જીગ્નેશ પાટીલ પણ સોશિયલ દીકસન્સ ધજાગરા ઉડાવતા નજરે પડ્યા હતા.


રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારના કાર્યક્રમો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં સૌથી વધારે કેસ સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે. શહેરના લોકો સંક્રમિત ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા બીજી કોઈ જાહેરાત ન કરવામાં ત્યાં સુધી શહેરમાં થનારા તમામ પ્રકારના કાર્યક્રમો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે ગઈકાલે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના પુત્ર જીગ્નેશ પટેલની જાહેરમાં જ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જોકે આ ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા. અને એમ લાગી રહ્યું હતું કે આ જન્મદિવસની ઉજવણીમાં કોઈને પણ કોરોના સંક્રમણ ન થઈ શકે. જોકે ઉજવણી બાદ જીગ્નેશ પાટીલ પોતેજ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવી સ્પીચ પણ આપી હતી.

આ પણ વાંચો : ગીર સોમનાથ: સૂત્રાપાડામાં ભાજપ સંગઠને સી. આર. પાટીલના જન્‍મદિવસની સેવાકીય, ધાર્મિક કાર્યો ઉજવણી કરી

પોલીસે આપ્યો ઉડાઉ જવાબ

ETV Bharat દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશન પાંડેસરા પી.આઈ અલ્પેશ ચૌધરી સાહેબને પૂછ્યું કે સાહેબ તમારા વિસ્તારમાં ગઈકાલે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના સુપુત્ર જીગ્નેશ પાટીલનો નાગેશ નગરમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. તે બાબતે આયોજક દ્વારા આ બાબતે પરમિશન વગેરે લેવામાં આવી હતી કે?. ત્યારે તેમના દ્વારા એમ કહેવામાં આવ્યુકે મને આ બાબતની જાણ નથી અને કોઈ પણ પણ જાહેર કાર્યક્રમોની હાલ પરમીશન આપવામાં આવી નથી.

જીગ્નેશ પાટીલે ના આપ્યો જવાબ

ETV Bharat દ્વારા જયારે આ બાબતે જીગ્નેશ પાટીલને પૂછવામાં આવ્યું કે તમારા જન્મદિવસની ઉજવણી માટે તમારા આયોજકો દ્વારા પોલીસ પરમિશન લેવામાં આવી હતીકે ત્યારે જીગ્નેશ પાટીલ દ્વારા કહેવામાં આવ્યું કે મને પાંડેસરા વિસ્તારના નાગેશ નગરના લોકો ખુબ જ ફોર્સ કરી રહ્યા હતા કે તમે આવો તમારો જન્મદિવસની ઉજવણી કરવી છે. એમ ત્યારે મેં તમને એમ કહ્યું કે તમે જન્મદિવસની ઉજવણી કરો છો તે બરોબર પણ સરકાર દ્વારા આપવામાં આવેલા નિયમોનું સખત પાલન થવું જોઈએ તો જ હું આવીશ જોકે ETV Bharat દ્વારા સવાલ શું કરવામાં આવ્યો અને જવાબ કઈ અલગ જ આપવામાં આવ્યો હતો. અને હું કામમાં છું એમ કહીને ફોન મૂકી દીધો હતો.

ABOUT THE AUTHOR

...view details