ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટથી 2 ભારત દર્શન અને 3 પિલગ્રીમ સ્પેશિયલ Tourist trains ગુજરાતીઓ માટે દોડાવશે IRCTC - ભારતીય રેલવે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન

કોરોનાની બીજી લહેર બાદ કેસો ઓછા થતાં હવે ભારતીય રેલવે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન રીજનલ ઓફિસ અમદાવાદ ( IRCTC ) દ્વારા રાજકોટથી બે ભારત દર્શન ( Bharat Darshan Trains ) અને ત્રણ પિલગ્રીમ સ્પેશિયલ ટ્રેન ( Pilgrim Special Trains )દોડાવવામાં આવશે.

રાજકોટથી 2 ભારત દર્શન અને 3 પિલગ્રીમ સ્પેશિયલ  Tourist trains ગુજરાતીઓ માટે દોડાવશે IRCTC
રાજકોટથી 2 ભારત દર્શન અને 3 પિલગ્રીમ સ્પેશિયલ Tourist trains ગુજરાતીઓ માટે દોડાવશે IRCTC

By

Published : Aug 3, 2021, 5:06 PM IST

  • બધી ટૂર કોવિડ નિયમોને ધ્યાનમાં રાખીને આયોજિત
  • ટુરિસ્ટ ટ્રેનો રાજકોટથી ઉપડશે અને રાજકોટ પરત આવશે
  • ટૂર પેકેજોમાં ભોજન, માર્ગ પરિવહન માટેની બસની વ્યવસ્થા

સુરત : IRCTC અમદાવાદ રીજનલ ઓફિસના સહાયક મેનેજર એમ.એચ ખાને ETV Bharatને જણાવ્યું હતું કે, આ બધી ટૂર કોવિડ નિયમોને ધ્યાનમાં રાખીને આયોજિત કરી છે. આ બધી ટુરિસ્ટ ટ્રેનો ( Tourist trains ) રાજકોટથી ઉપડશે અને રાજકોટ પરત આવશે. આ ટૂર પેકેજોમાં ભોજન માર્ગ પરિવહન માટેની બસની વ્યવસ્થા, ધર્મશાળા આવાસ અને ટૂર એસ્કોર્ટ, કોચ સુરક્ષા ગાર્ડની સુવિધા, સફાઈ કર્મચારી અને જાહેરાત માહિતી માટે એનાઉન્સમેન્ટની સુવિધા ઉપલબ્ધ રહેશે

બધી ટૂર કોવિડ નિયમોને ધ્યાનમાં રાખીને આયોજિત કરી છે
ગુજરાતીઓ માટે ખાસ આ ટ્રેનની વ્યવસ્થાTourist trains અંગે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે 31 ઓક્ટોબરથી ઉત્તર દર્શન પિલગ્રીમ સ્પેશિયલ ટ્રેન, 11મી ડિસેમ્બરથી સાઉથ દર્શન પિલગ્રીમ સ્પેશિયલ ટ્રેન, 25મી ડિસેમ્બરથી રામ જન્મભૂમિ સાથે છપૈયા પિલગ્રીમ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. સાથે ભારત દર્શન ( Bharat Darshan Trains ) માટે 2જી નવેમ્બરના રોજ સાઉથ દર્શન, 16મી નવેમ્બરથી હર ગંગે સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેન ( Tourist trains ) દોડાવવામાં આવશે.આ પણ વાંચોઃ IRCTC દ્વારા ભારત દર્શન અને યાત્રાળુ ટ્રેનનું બુકિંગ શરૂ

ABOUT THE AUTHOR

...view details