સુરત: ડુમસની ફાઈવ સ્ટાર લા મેરિડિયન હોટલમાં મૃતદેહ મળી આવતા ચકચાર (Surat Murder Case) મચી ઉઠ્યો છે. હોટલના સ્ટોર રૂમમાં કચરા પેટીમાં પ્લાસ્ટીકની થેલીમાંથી મૃતદેહ મળી આવતા ભારે ફફડાટ ફેલાયો છે. જો કે ફિલ્મી ઢબે કરેલી હત્યાનો ભેદ ડુમસ પોલીસે ગણતરીના કલાકમાં ઉકેલી કાઢ્યો હતો. પરંતુ હોટેલમાં જ નોકરી કરતા હાઉસ કીપીંગ મેનેજરના બુટ પર લોહીનો ડાઘ જોવા મળ્યા હતા.
લાખો રુપિયા લઈને નીકળ્યો હતો -મળતી માહિતી મુજબ, ડુમસ રોડ પર આવેલી ફાઈવ સ્ટાર લા મેરિડિયન અને TGBના નામે ઓળખાતી હોટલમાં મૂળ ઓરીસ્સાનો વતની 26 વર્ષીય જીવન રાવત વર્ષ 2017થી કેશિયર તરીકે નોકરી કરતો હતો. સુરતમાં મગદલ્લા ગામમાં રહેતો હતો. જીવન રાવત રોજ હોટેલનું કલેક્શન બેંકમાં જમા કરાવવા જતો હતો. ત્યારે બપોરે 23 લાખ રૂપિયા લઈને વેસુ (Murder at Dumas Hotel) ખાતે આવેલી બેંકમાં જવા નીકળ્યો હતો. પરંતુ એક-બે કલાક પછી પરત નહીં આવતા હોટેલના સ્ટાફે તેનો સંપર્ક કરતા ફોન બંધ આવ્યો હતો.
પ્લાસ્ટિકની થેલીમાંથી મૃતદેહ - જેથી તેની શોધખોળ દરમિયાન બેઝમેન્ટમાં આવેલા સ્ટોર રૂમમાં કચરા પેટીમાં પ્લાસ્ટિકની થેલીમાં જીવનની મૃતદેહ (Murder Five Star Hotel in Surat) મળી આવતા સ્ટાફના માણસો હેબતાઇ ગયા હતા. અને તેમને હોટેલમાં જાણ કરી હતી. પોલીસને જાણ કરતા ડુમસ પોલીસે આવીને તપાસ હાથ ધરી હતી. જીવન બેંકમાં લઈ ગયેલા રૂપિયા પણ ગાયબ થઈ ગયા હતા. જો કે, પોલીસે હત્યાનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે શંકાના આધારે હોટેલમાં હાઉસ કીપીંગ મેનેજરની અટકાયત (Corpse in a Plastic Bag) કરી વધારે તપાસ હાથ ધરી છે.