ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાથી સુરત વચ્ચેની મેમુ ટ્રેન શરૂ કરવા કીમ રેલવે સલાહકાર સમિતિની રજૂઆત - રોજિંદા અપડાઉન કરતા નોકરિયાત વર્ગના કર્મચારીઓ માટે ટ્રેન

રાજ્યમાં કોરોનાના કેસ વધતા અનેક ટ્રેનોને રદ કરવામાં આવી હતી. ત્યારે સુરતથી વડોદરા વચ્ચે વધુ એક મેમુ ટ્રેન રોજિંદા અપડાઉન કરતા નોકરિયાત વર્ગના કર્મચારીઓ માટે શરૂ કરવાની માગ ઉઠી છે. કીમ રેલવે સલાહકાર સમિતિના સભ્યએ આ ટ્રેન શરૂ કરવા રજૂઆત કરી છે.

વડોદરાથી સુરત વચ્ચેની મેમુ ટ્રેન શરૂ કરવા કીમ રેલવે સલાહકાર સમિતિની રજૂઆત
વડોદરાથી સુરત વચ્ચેની મેમુ ટ્રેન શરૂ કરવા કીમ રેલવે સલાહકાર સમિતિની રજૂઆત

By

Published : May 28, 2021, 3:14 PM IST

  • વડોદરાથી સુરત વચ્ચે મેમુ ટ્રેન શરૂ કરવા રજૂઆત
  • કીમ રેલવે સલાહકાર સમિતિના સભ્યએ કરી રજૂઆત
  • રોજિંદા અપડાઉન કરતા કર્મચારીઓને મદદ મળે

સુરતઃ સુરતથી વડોદરા વચ્ચે અપડાઉન કરતા રોજિંદા નોકરિયાત વર્ગ માટે ફરી મેમુ ટ્રેન શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત કીમ રેલવે સલાહકાર સમિતિ દ્વારા કરવામાં આવી હતી. દરરોજ સુરતથી વડોદરા મોટી સંખ્યામાં લોકો અપડાઉન કરે છે. હાલમાં ટ્રેન બંધ હોવાથી તે તમામને તકલીફ પડી રહી છે. તેને ધ્યાનમાં રાખી આ રજૂઆત કરાઈ હતી.

આ પણ વાંચો-કોડરમા સ્ટેશન પર ટ્રેનને સાંકળોથી તાણી બંધાઈ, યાસ વાવાઝોડા સામે ઝીંક ઝીલવા પ્રયાસ

પ્રવાસીઓના હિત માટે ટ્રેન શરૂ કરવા માગ

સાંપ્રત સમયમાં જ્યારે લૉકડાઉન હળવો કરવામાં આવ્યું છે. વડોદરાથી સુરત સુધી મોટા પ્રમાણમાં રોજિંદા પ્રવાસીઓ અપડાઉન કરતા હોય છે. આ રોજિંદા અપડાઉન કરતા પ્રવાસીઓના હિત માટે રેગ્યુલર યથાવત મેમુ ટ્રેન શરૂ કરવાની માગણી કરવામાં આવી છે.

આ પણ વાંચો-રેલવે દ્વારા હાપાથી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન મારફતે 4281.72 ટન મેડિકલ ઓક્સિજન મોકલાયું

રેલવે ડિવિઝનને કરવામાં આવી રજૂઆત

એક ટ્રેન સુરતથી લગભગ 7 કલાક વાગ્યે વડોદરા તરફ તેમ જ એક ટ્રેન સવારે લગભગ 7 વાગ્યે કલાકે વડોદરાથી સુરત માટે અને વડોદરાથી સુરત માટે સાંજે લગભગ 5.30 વાગ્યાથી 8 વાગ્યે શરૂ કરવામાં આવે તેવી રજૂઆત રેલવે ડિવિઝનને કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details