અમેરિકાના ગુપ્તચર વિભાગ એજન્સી FBIના બે અધિકારીઓ bit connect મામલે તપાસ કરવા સુરત આવ્યા છે. FBIના આ બંને અધિકારીઓએ માસ્ટરમાઈન્ડ સતીશ કુંભાણીની પૂછપરછ હાથ ધરી હતી.
અમેરિકન FBIના અધિકારીઓ દ્વારા bit connectના માસ્ટરમાઈન્ડની સુરતમાં પૂછપરછ - બિટકોઈન
સુરત: અમેરિકાની ગુપ્તચર વિભાગની એજન્સી એફબીઆઈના બે અધિકારી bit connect મામલે તપાસ કરવા સુરત આવ્યા છે. FBIના આ બંને અધિકારીઓએ bit connectના માસ્ટરમાઈન્ડ સતીશ કુંભાણીની પૂછપરછ હાથ ધરી હતી.
સતીશ કુંભણીએ વિયતનામ, મલેશિયા, ઇન્ડોનેશિયા, સાઉથ કોરિયા, જાપાન, દુબઈ, અમેરિકા,ફિલિપીન્સ સહિત અન્ય દેશોમાં રોકાણ કર્યું હતું. જેને લઈ FBIના અધિકારીઓને તપાસ માટે સુરત આવવું પડ્યુ છે. બિટકોઇનની જેમ bitconnect લિમિટેડ કંપની બનાવી કરોડોનુ કૌભાંડ કરનારા સતીશ કુંભાણી સાથે એફબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. CID અધિકારીઓના જણાવ્યા મુજબ સતીશ કુંભાણીની સાથે સુરેશ ગરાસિયાને પણ સાથે લઈ ગઈ હતી, પરંતુ FBIએ સુરેશની કોઈ પૂછપરછ કરી નહોતી.
અત્યાર સુધીમાં CID ક્રાઈમે કૌભાંડ કરનારા લોકોની 4.25 કરોડથી વધુ અલગ-અલગ પ્રોપર્ટી સીઝ કરી છે. આ કેસમાં મુખ્ય આરોપી સતીશ કુંભાણી, દિવ્યેશ દરજી, ધવલ માવાની અને સુરેશ ગોરસીયાએ bit connect કંપની બનાવી હતી. આ કંપનીનુ યુકેમાં રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યુ હતુ. સતીશ કુંભાણીએ સુરતના મોટા વરાછામાં માનવ ડિજિટલ માર્કેટિંગ નામની કંપનીની ઓફિસ પણ શરૂ કરી હતી. જ્યાં રોકાણકારોને ઓછા સમયમાં વધુ લાભ આપવાની લાલચ આપી સાથે કમિશનની વાતોમાં ફસાવી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ.