- સુરતના પાંડેસરામાં શ્રમિકને ઘાયલ કરી લૂંટ
- 3 અજાણ્યા ઇસમે ચપ્પુના ઘા માટે લૂંટ ચલાવી
- શ્રમિકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો
સુરતઃ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ હાઉસિંગના ુશક્તિનગરમાં રહેતા ગોવિંદ યાદવ જેઓ પાંડેસરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ નિશા ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે. ગઈકાલે કામ પૂરું કરી પોતાના ઘરે જઈ રહ્યા હતો ત્યારે બાઈક ઉપર આવેલા ત્રણ અજાણ્યા ઈસમોએ તેમને પેટમાં ચપ્પુ મારી તેની પાસે રહેલ મોબાઈલ તથા 1500 રૂપિયા લઈ ભાગી છૂટ્યા હતાં. જોકે ચપ્પુ એ રીતે માર્યું કે તેનાં પેટના આંતરડા બહાર આવી ગયા હતાં. ત્યાં જ સ્થાનિકની નજર જતા તરત 108 મારફતે Civil hospital માં ખસેડવામાં આવ્યો હતો અને તાત્કાલિક ઓપરેશન વોર્ડમાં લઈ ગયા હતાં
ત્રણ મહિના પહંલાં જ સુરત રોજગારી માટે આવ્યો હતો
આ બાબતે યુવકના કઝીન ઇન્દ્રજીત યાદવે જણાવ્યું કે ગોવિદ જે ત્રણ મહિના પેહલા ગામથી અહીં રોજગારી માટે આવ્યો હતો. અમે એક જ ગામનાં છીએ. અમારું ગામ બિહારમાં આવેલ ગોપાલગંજ જિલ્લામાં ભભીનૌલી ગામમાં રહીએ છીએ. ગોપાલને પત્ની તથા ત્રણ છોકરીઓ પણ છે. જેઓ ત્યાં ગામમાં રહે છે. ગોપાલ પણ ગામમાં ખેતી કરી ઘર ચલાવતો હતો. પણ તેની ઈચ્છા હતી કે ખેતીના સીઝન ન હોય તો હું સુરત જઈ રોજગારી મેળવું. તો તે ત્રણ મહિના પહેલા જ સુરત આવ્યો અને હું જ્યાં કામ કરું છું ત્યાં જ જગ્યા હતી તો કામ ઉપર લગાવી આપ્યો હતો. તેમનાં પિતા વર્ષોથી સુરતમાં જ રહે છે અને અહીંયા કામ કરી પરિવારને આર્થિક મદદ કરે છે. ગોપાલ પણ એજ રીતે અહીં આવી કામ કરીને પરિવારને આર્થિક મદદ કરતો હતો. ગઈકાલે રાત્રે 10 વાગે આ ઘટના બની છે.
ઈજાગ્રસ્ત શ્રમિકને Civil hospital માં સારવાર માટે મોકલાયો CCTV ફૂટેજના આધારે તપાસ પાંડેસરા પોલિસના PSO એ જણાવ્યું કે અમને કંટ્રોલમાં 10:10 વાગે કોલ મળ્યો હતો એટલે અમારી PCR ત્યાં પહોંચી હતી. પણ ત્યાંથી ગોપાલને Civil hospital લઈ ગયાં હતાં એટલે લોકોની ભીડ જોવા મળી હતી. બાકી અમારા તપાસ કરતા અધિકારી હોસ્પિટલ પહોંચી ગયા હતા પણ ત્યાં ઓપરેશન ચાલતું હોવાથી સવારે ગોપાલ યાદવનું નિવેદન લઈને ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. CCTV ફૂટેજ પણ જોવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચોઃ સુરતના યુવક સાથે સાયબર ફ્રોડ કરનારી પશ્ચિમ બંગાળની યુવતી ઝડપાઇ
આ પણ વાંચોઃ સુરત: કોસાડ રેલવે સ્ટેશન નજીક યુવકને માર મારી અજાણ્યા ઈસમોએ લૂંટ્યો, પહેરેલા કપડા પણ ન છોડ્યા