ગુજરાત

gujarat

ETV Bharat / city

મહેંગાઈ ને અપનો કો લૂટા, ગેરોં મેં કહાં દામ થા, જૂઓ લગ્નસરાની સીઝનમાં ટેક્સટાઈલ ઉદ્યોગમાં મોંઘવારીની અસર - ભારતમાં નાણાકીય કટોકટી

દેશમાં મોંધવારી (Inflation Records) ચરમસીમા પર છે. સામાન્ય વ્યક્તિનું બજેટ ખોરવાઈ ગયું છે. આ મોંઘવારની અસર સામાન્ય વ્યક્તિ પર ઘણી માઠી (Influence of Inflation ) રીતે પડી રહી છે. તેની સીધી અસર ટેક્સટાઇલ હબ સુરતમાં જોવા મળી રહી છે. લગ્નસરાની સિઝન(Marriage Season in Gujarat) ચાલી રહી છે છતાં વેપાર પર 70 ટકા અસર જોવા મળી રહી છે.

મહેંગાઈ ને અપનો કો લૂટા, ગેરોં મેં કહાં દામ થા, જૂઓ લગ્નસરાની સીઝનમાં ટેક્સટાઈલ ઉદ્યોગમાં મોંઘવારીની અસર
મહેંગાઈ ને અપનો કો લૂટા, ગેરોં મેં કહાં દામ થા, જૂઓ લગ્નસરાની સીઝનમાં ટેક્સટાઈલ ઉદ્યોગમાં મોંઘવારીની અસર

By

Published : May 19, 2022, 10:10 PM IST

સુરત: દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે તેની સીધી અસર ટેક્સટાઇલ હબ સુરતમાં જોવા મળી રહી છે. લગ્નસરાની સિઝન હોવા છતાં વેપાર પર 70 ટકા(Textile Market Growth) અસર જોવા મળી રહી છે. જે ટેક્સટાઇલ ઉદ્યોગ સુરતમાં ધમધમતો હતો એ કેમ મોંઘવારીને લઈને ઓછો થઇ ગયો છે તે આ અહેવાલમાં

દેશમાં સતત વધી રહેલી મોંઘવારીના કારણે ટેક્સટાઈલ ઉદ્યોગમાં કાપડની ડિમાન્ડ ખૂબ જ ઓછી જોવા મળી રહી છે.

આ પણ વાંચો:Auto Drivers Strike In Ahmedabad: અમદાવાદમાં આજે 2 લાખથી વધુ રીક્ષાચાલકો હડતાળ પર, AAPએ આપ્યું સમર્થન

ટેક્સટાઇલ ઉદ્યોગ મંદીમાંથી પસાર થઇ રહ્યો -સુરત ટેક્સટાઇલ હબ છે. અહીં દરરોજ ચાર કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે. હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે. વેપારીઓને આશા હતી કે, આ સિઝનમાં કાપડની ડિમાન્ડ દેશભરમાં સારી રહેશે. પરંતુ હાલ દેશમાં સતત વધી રહેલી મોંઘવારીના કારણે ટેક્સટાઈલ ઉદ્યોગમાં કાપડની ડિમાન્ડ(Textile Market Demands Decline) ખૂબ જ ઓછી(Surat Textile Market Diminish) જોવા મળી રહી છે. આ જ કારણ છે કે હાલ ટેક્સટાઇલ ઉદ્યોગ મંદીમાંથી(Financial Crisis in India) પસાર થઇ રહ્યો છે. વેપારીઓ જણાવી રહ્યા છે કે, લગ્નસરાની સિઝનમાં આવી મંદી અત્યાર સુધી જોવા મળી નથી.

આ પણ વાંચો:જાણે જરૂર ન હોય તેમ મહિલાઓએ ગેસ સિલિન્ડરને નદીમાં ફેંક્યા, અને પછી થયું કે....

જૂન-જુલાઈમાં વરસાદના કારણે ખરીદી સિઝન કરતા ઓછી -ફેડરેશન ઓફ ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના(Federation of Textile Traders Association) ડિરેક્ટર રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે, સતત વધી રહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવની સાથો સાથ યાર્ન, એમ્બ્રોઇડરી, જોબવર્કના પણ ભાવમાં વધારો નોંધાયો છે. મોંઘવારી વધતા લોકોએ કાપડની ખરીદી ઓછી(Purchase of Clothing business downgraded) કરી દીધી છે. અગાઉ રમજાન અને લગ્નસરાની ખરીદી સારી હતી. ટ્રકો ઓછી પડી રહી હતી. રોજે 400થી 450 જેટલી ટ્રકો સુરતથી રવાના થતી હતી, પરંતુ આજે આ આંકડો 100 પર આવી ગયો છે. જૂન-જુલાઈમાં વરસાદના કારણે ખરીદી આમ પણ ઓછી થતી હોય છે. પરંતુ લગ્નસરાની સિઝનમાં આટલી હદે ઓછી ખરીદી ઓછી હશે. એ અંગે કલ્પના કરી ન હતી. હવે રક્ષાબંધનની ખરીદી આવશે. જેમાં આશા છે કે વેપારીઓ પાસેથી મોટી સંખ્યામાં કાપડની ખરીદીના ઓર્ડર આવશે.

ABOUT THE AUTHOR

...view details