ગુજરાત

gujarat

ETV Bharat / city

Infant Death due to Corona in Surat : તાતીથૈયા ગામની એક વર્ષથી નાની બાળકીનું કોરોનાથી મોત - સુરતમાં કોરોના અપડેટ

સુરત જિલ્લામાં કોરોનાને કારણે એક વર્ષથી પણ નાની બાળકીનું મોત થયું છે. બાળકી સ્મીમેર હોસ્પિટલમાં દાખલ હતી જ્યાં તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ (Infant Death due to Corona in Surat) આવ્યો હતો.

Infant Death due to Corona in Surat :  તાતીથૈયા ગામની એક વર્ષથી નાની બાળકીનું કોરોનાથી મોત
Infant Death due to Corona in Surat : તાતીથૈયા ગામની એક વર્ષથી નાની બાળકીનું કોરોનાથી મોત

By

Published : Jan 24, 2022, 8:26 PM IST

સુરતઃ જિલ્લામાં કોરોનાને કારણે એક વર્ષથી પણ નાની બાળકીનું મોત (one year baby death due to corona ) થતાં આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. કોરોનાના સંક્રમણમાં નાના બાળકો પણ આવી રહ્યાં છે અને હવે બાળકીનું મોત (Infant Death due to Corona in Surat)થતાં સ્થિતિ ભયાવહ બની રહી છે. ત્યારે આરોગ્ય વિભાગ (Corona Update in Surat) વધુ સતર્ક બને તે જરૂરી બની ગયું છે.

રિપોર્ટ આવે તે પહેલાં નીપજ્યું મોત

સુરત જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પલસાણા તાલુકાના તાતીથૈયા ગામની 1 વર્ષથી નાની બાળકીનું (one year baby death due to corona ) કોરોનાથી મોત થતાં દહેશત ફેલાઈ ગઈ છે. બાળકીને ઝાડા થતાં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું સેમ્પલ લેવામાં આવતા રિપોર્ટ કોરોના પોઝિટિવ (Corona Update in Surat) આવ્યો હતો. જો કે રિપોર્ટ આવે તે પહેલાં જ બાળકીનું મોત (Infant Death due to Corona in Surat)થયું હતું. બાળકીની અંતિમ વિધિ કોરોના ગાઈડલાઇન મુજબ કરવામાં આવી હતી.

બારડોલીમાં સૌથી વધુ 116 કેસ

સુરત જિલ્લામાં રવિવારના રોજ 639 જેટલા કેસ નોંધાયા હતાં. જેમાં સૌથી વધુ બારડોલી તાલુકામાં 116 કેસો સામે આવ્યા હતાં. જિલ્લામાં રવિવારે કોરોનાથી બે લોકોમાં મોત થયા હોવાનું આરોગ્ય વિભાગ (Corona Update in Surat)પાસે જાણવા મળ્યું હતું. આ બંને મોત પલસાણા તાલુકામાં નોંધાયા હતાં. પલસાણા તાલુકાના જોળવા ગામે 55 વર્ષીય મહિલાનું જ્યારે તાતીથૈયા ગામની (one year baby death due to corona ) એક વર્ષથી પણ નાની બાળકીનું મોત (Infant Death due to Corona in Surat)થતાં વિસ્તારમાં દહેશત ફેલાઇ ગઈ હતી.

આ પણ વાંચોઃ Corona Test in Surat: સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી, બસ સ્ટેન્ડ ઉપર હજી પણ મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ નહી

ઝાડાની ફરિયાદ સાથે બાળકીને દાખલ કરવામાં આવી હતી

આ અંગે સુરત જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હસમુખ ચૌધરી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે જોળવાની બાળકીને બે દિવસ પહેલાં ઝાડાની ફરિયાદ સાથે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ આવે તે પહેલા જ (one year baby death due to corona ) બાળકીનું ચાલુ સારવાર દરમ્યાન મોત (Infant Death due to Corona in Surat)થયું હતું. ત્યારબાદ આવેલા રિપોર્ટમાં બાળકીને કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી.

આ પણ વાંચોઃ Fever Cases In Surat: કોરોનાના કહેર વચ્ચે સિવિલ હૉસ્પિટલ શરદી-ખાંસી અને તાવના દર્દીઓથી ઉભરાઈ

જિલ્લામાં અત્યાર સુધીમાં 504 મોત

સુરત જિલ્લામાં દિનપ્રતિદિન કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં (Corona Update in Surat) 38,410 કેસો થયા છે. હાલ 3,517 કેસો એક્ટિવ છે. જ્યારે 504 લોકોના કોરોનાને કારણે (Covid19 death 2022 ) મોત થયા છે.

ABOUT THE AUTHOR

...view details