ગુજરાત

gujarat

ETV Bharat / city

Indore Commissioner Pratibha Pal : 6 એવોર્ડ મેળવ્યા બાદ હવે અમે એર ક્વોલિટી અને વોટર હાર્વેસ્ટિંગ ઉપર કામ કરીશું - સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન 2022

સુરતમાં 'સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન 2022' ઈવેન્ટમાં (Smart City Smart Urbanization Summit ) ઇન્દોર શહેરને છ એવોર્ડ (6 awards to Indore city of Madhya Pradesh)મળ્યા છે. ત્યારે ઈટીવી ભારતે ઇન્દોર મ્યુનિસિપલ કમિશનર પ્રતિભા પાલ સાથે (Indore Municipal Commissioner Pratibha Pal)વાતચીત કરી હતી. તેમણે આગામી સમયમાં કયા લક્ષ્ય નિર્ધારિત કરાયાં તે વિશે જણાવ્યું હતું.

Indore Commissioner Pratibha Pal : 6 એવોર્ડ મેળવ્યા બાદ હવે અમે એર ક્વોલિટી અને વોટર હાર્વેસ્ટિંગ ઉપર કામ કરીશું
Indore Commissioner Pratibha Pal : 6 એવોર્ડ મેળવ્યા બાદ હવે અમે એર ક્વોલિટી અને વોટર હાર્વેસ્ટિંગ ઉપર કામ કરીશું

By

Published : Apr 18, 2022, 10:03 PM IST

સુરત : સરસાણા કન્વેન્શન સેન્ટરમાં આયોજિત'સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન' ઈવેન્ટમાં ( (Smart City Smart Urbanization Summit ))ઇન્દોર શહેરને છ એવોર્ડ (6 awards to Indore city of Madhya Pradesh)મળ્યા છે. આ એવોર્ડમાં ઇન્દોરને એન્વાયરમેન્ટમાં પ્રથમ ક્રમ, કલ્ચર કેટેગરીમાં પ્રથમ ક્રમ, ઇકોનોમિક પ્રોજેક્ટમાં પ્રથમ ક્રમ, સેનિટેશન કેટેગરીમાં બીજો ક્રમ,ઇનોવેટિવ આઇડિયામાં ઇન્દોરે બાજી મારી છે. જ્યારે સિટી અવોર્ડ સુરત અને ઇન્દોર બંનેને મળ્યો છે. આ એવોર્ડ ઇન્દોરના મ્યુનિસિપલ કમિશનર પ્રતિભા પાલને કેન્દ્રીયપ્રધાન હરદીપસિંહ પુરીના (Petroleum Minister Hardeepsinh puri in Surat)હસ્તે એનાયત કરાયો હતો. એવોર્ડ ફંક્શનમાં 56 દુકાન ચર્ચાનો વિષય બની હતી.

અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે આ એર ક્વોલિટી 0 થી 50 સુધી પહોંચે

આ પણ વાંચોઃ Petroleum Minister Hardeepsinh puri in Surat : 'અન્ય દેશોની સરખામણીમાં ભારત સરકારે પેટ્રોલના ભાવમાં ઓછો વધારો કર્યો છે'

કઇ રીતે મળ્યાં એવોર્ડ - ઇન્દોર મ્યુનિસિપલ કમિશનર પ્રતિભા પાલે (Indore Municipal Commissioner Pratibha Pal)જણાવ્યું હતું કે, ઇન્દોરને ઘણી કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે. હેરિટેજ કન્ઝર્વેશન, બેસ્ટ ઇનોવેટિવ મેકેનિઝમ જે કાર્બન ક્રેડિટથી કમાણી કરી છે તેને લઈ એવોર્ડ છે. ટ્રાન્સફોર્મેશન સાથે ઓલ પરફોર્મન્સમાં ઇન્દોરને પ્રથમ ક્રમ મળ્યો છે. ત્યારે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ શરૂ થયો હતો. ત્યારે અમે અનેક પ્રયત્ન કર્યા હતાં અને લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી. જે લોકો શહેરની દિશા નક્કી કરતા હોય છે રાજનૈતિક વ્યક્તિત્વ સાથે પણ આ અંગે વાતચીત કરી હતી.

આ પણ વાંચોઃ Smart Cities India Awards 2022: 'સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન' ઇવેન્ટમાં સુરતને આ પાંચ કેટેગરીમાં મળ્યાં એવોર્ડ

એર ક્વોલિટી 0 થી 50 સુધી પહોંચે તે માટે પ્રયાસ- તેઓએ (Indore Municipal Commissioner Pratibha Pal) વધુમાં કહ્યું કે, તમામ શહેરોની લોકલ જરૂરિયાત હોય છે. સુરત હોય કે ઇન્દોર પોતાની લોકલ જરૂરિયાત પ્રમાણે અમે કામ કરતા હોઈએ છીએ. સ્માર્ટ સિટી ઇન્દોર સતત પ્રયાસ કરી રહ્યું છે કે શહેરને કઈ રીતે લોકોના મન મુતાબિક બનાવીએ. લોકો સહેલાઈથી શહેરમાં રહી શકે. આવનાર દિવસોમાં ઇન્દોર એના ઉપર ધ્યાન આપશે. આ વર્ષથી આ પ્રોજેક્ટ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ ઇન્દોરની એર ક્વોલિટી 100 થી 150 સુધીની છે. અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે આ એર ક્વોલિટી 0 થી 50 સુધી પહોંચે.આવનાર દિવસોમાં અમે સો ટકા સુધી વોટર હાર્વેસ્ટિંગ કરીએ એ અમારું લક્ષ્ય છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details