- સ્વચ્છ સર્વેક્ષણ 2020ની ચકાસણીમાં સુરત ઉત્તીર્ણ
- રાજ્યમાં સૌપ્રથમ સુરત શહેરને મળ્યું 'વોટર પ્લસ' નું બિરુદ
- મુખ્યપ્રધાન રુપાણીએ સુરતવાસીઓને પાઠવ્યા અભિનંદન
- દેશમાં સૌપ્રથમ ઈંદૌર શહેરને મળ્યુ હતુ 'વોટર પ્લસ' નું બિરુદ
સુરત : રાજ્યના એક માત્ર શહેરને 'વોટર પ્લસ' નું બિરુદ મળ્યુ છે. સુરત શહેરમાં ગંદા પાણીમાંથી નાણાં ઊભા કરનારી શહેરની સિદ્ધિમાં વધારો થતા રાજ્યનું પ્રથમ એવું શહેર બન્યું છે જેને સ્વચ્છતા સર્વેક્ષણ 2021 અંતર્ગત વોટર પ્લસ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે સુરતને વોટર પ્લસ જાહેર કરતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુરતવાસીઓને ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા હતા.
સ્વચ્છ સર્વેક્ષણ 2020ની ચકાસણીમાં સુરત ઉત્તીર્ણ
ભારત સરકારના સ્વચ્છ સર્વેક્ષણ 2020ની ચકાસણીમાં સુરત ઉત્તીર્ણ થયુ છે. શહેરમાં કેન્દ્રની ટિમ દ્વારા શૌચાલયો, રસ્તા, ખુલ્લી જગ્યા અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત 92 જગ્યાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીમાં પણ પાલિકાની કામગીરીને બિરદાવવા આવી છે. તમામ પરિક્ષણના અંતે આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. શહેરમાં 11 સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને 3 ટ્રેસરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે. ડ્રેનેજ પાણીને ટ્રીટ કરી પાલિકાને વર્ષે રૂ.140 કરોડની આવક થાય છે. સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનીધિ પાનીએ પણ ટ્વીટ કરી શહેરવાસીઓનો આભાર વ્યક્ત કર્યો છે.
સર્વે માટે નક્કી કરવામાં આવ્યા હતા 11 પરિમાણો
સર્વે માટે કેન્દ્ર સરકારે વોટર પ્લસના 11 પેરામીટર નક્કી કરીને કુલ 1800 નંબર નક્કી કર્યા છે. આમાંથી, વોટર પ્લસમાં 700 નંબર છે. ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશનું ઇન્દોર, ગુજરાતના સુરત અને અમદાવાદ તેમમ મહારાષ્ટ્રના મુંબઈ સાથે સેવન સ્ટાર રેન્કિંગ માટે સ્પર્ધા રહી હતી.