સુરત: આજે મોટી સંખ્યામાં આર્મીમાં (Indian Army Recruitment In Gujarat) જનારા ઉમેદવારો એકઠા થઇ ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી આર્મીની ભરતીમાં મોટી સંખ્યામાં યુવાનો ભાગ લઇ રહ્યા છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોના (Corona In Gujarat)ને લઈને આર્મીની ભરતી કરવામાં આવતી નથી. છેલ્લે 2021માં જામનગરમાં ARO દ્વારા ફિજિકલ ટેસ્ટ લેવામાં આવ્યો હતો, પરંતુ હજી સુધી લેખિત પરીક્ષા લેવામાં આવી નથી.
છેલ્લા 2 વર્ષથી કોરોનાને લઈને આર્મીની ભરતી કરવામાં આવતી નથી. સુરત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું-ભરતી કેન્સલ થવાના કારણે ઉમેદવારોની ઉંમર નીકળી રહી છે, જેથી ગુજરાતમાં ઝડપથી આર્મી ભરતીનું આયોજન કરવામાં આવે તથા જેમની લેખિત પરીક્ષા (army written exam in gujarat) બાકી છે તેમને મોકો આપવામાં આવે. તેની સાથે આવા યુવાનોને 2 વર્ષની છૂટછાટ આપવામાં આવે. તેવા મુદ્દાઓ લઈને સુરતના ઉમેદવારોએ આજે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી તેમના મારફતે દેશના રાષ્ટ્રપતિને આવેદનપત્ર (Application to the President of India) આપ્યું હતું. ગુજરાત પોલીસ, BSF જેવી ભરતીઓ થઇ શકતી હોય તો આર્મી ભરતી કેમ નહીં.
ગુજરાતના નવયુવાનો સાથે અન્યાય-પૂર્વ વાયુસેના સૈનિક હિરેન ગાંધીએ જણાવ્યું કે, ગુજરાતના નવયુવાનો છેલ્લા કેટલાક વર્ષોથી આર્મી, નેવી, એરફોર્સની ભરતી (Air Force Recruitment In Gujarat)માં હજારોની સંખ્યામાં જઈ રહ્યા છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે અને અન્ય કારણોસર ગુજરાતના નવયુવાનો સાથે અન્યાય થઇ રહ્યો છે. ગુજરાત પોલીસ, BSF જેવી ભરતીઓ થઇ શકતી હોય તો, ગુજરાતના નવયુવાનો માટે કેમ નહીં. આર્મીની ભરતી કેન્સલ (Army Recruitment Canceled In Gujarat) થવાથી ખૂબ જ લોસ થયો છે. 2 વર્ષનો સમયગાળો હોય તે જતો રહે છે. આ યુવાનો છેલ્લા 4-5 વર્ષથી તૈયારીઓ કરી રહ્યા છે. એ તૈયારી હજી સુધી ટકાવી રાખવી એ ખૂબ જ મુશ્કેલી ભર્યું કામ હોય છે.
આ પણ વાંચો:Survey By Bhavnagar Municipal Corporation: સિસોદીયાની મુલાકાત બાદ સફાળી જાગી ભાવનગર મનપા, જર્જરિત શાળાઓમાં તાબડતોડ શરૂ કરી કામગીરી
આજે ગુજરાતમાંથી પણ નવયુવાનો આર્મીમાં જવા તત્પર- તેમણે જણાવ્યું કે, અમુક ઉમેદવારો એવા છે કે, જેમની ફિઝિકલ અને મેડિકલ ટેસ્ટ (Physical and medical tests For Army) પણ થઈ ચૂકી છે; પરંતુ તેમની રિટર્ન એક્ઝામ કોઈ કારણસર કેન્સલ કરવામાં આવી છે. કોરોનાનો હાલમાં કોઈ ખતરો નથી. રિટર્ન એક્ઝામ પણ નહીં લેવાય તો ગુજરાતના યુવાનો માટે આ ખરેખર અન્યાય છે. પહેલા એવું કહેવામાં આવતું હતું કે, ગુજરાતમાંથી આર્મી ભરતીમાં કોઈ જવા તૈયાર નહોતું, પરંતુ આજે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ગુજરાતમાંથી નવયુવાનો આર્મી ભરતીમાં જવા તૈયાર છે, પરંતુ આર્મી છે તે ભરતી બહાર પાડતી નથી અને આપણા યુવાનોને વહેલી તકે ભરતી આપવામાં આવે. છેલ્લા 2 વર્ષથી ગુજરાતમાં પણ રોજગારી (Employment in Gujarat)ની અછત જોવા મળી રહી છે.
ગુજરાતના યુવાનો માંગે છે એક તક- તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતના નવયુવાનોને આર્મી ભરતી આપવામાં આવે તો ખૂબ જ ઉત્સાહ સાથે પરીક્ષા આપવા તૈયાર છે. યુવાનો એટલે તૈયાર છે કે, જો આવતીકાલે પણ ટેસ્ટ માટે બોલાવે તો સુરત નહીં પરંતુ આખા ગુજરાતમાંથી ઘણા બધા ઉમેદવારો ભરતીમાં જવા તૈયાર થઈ જશે. સરકારને વિનંતી કરું છું કે, ગુજરાતના નવયુવાનોને એક તક આપવામાં આવે. એ સાથે ગુજરાતના નવયુવાનોને એક નારો આપું છું કે, 'દેશ સેવાનો અમને પણ છે હક, ગુજરાતના યુવાનો માંગે છે એક તક'. જેથી કરીને ગુજરાતના નવયુવાનોને એક તક આપવામાં આવે.
આ પણ વાંચો:Child Labour In Morbi: મોરબીના ઊંચી માંડલ નજીક સિરામિક ફેક્ટરીમાં દરોડા, 20 બાળ મજૂરોને કરાયાં મુક્ત
2-3 વખત અમારી લેખિત પરીક્ષા કેન્સલ કરવામાં આવી- આર્મી ભરતી ઉમેદવાર ભાવિક આહિરે જણાવ્યું કે, હું એક વિદ્યાર્થી છું. હું આર્મીની તૈયારી કરી રહ્યો છું જેમાં મેં ફિઝિકલ અને મેડિકલની પરીક્ષા પાસ કરી છે. જે કોરોનાની પહેલી લહેર બાદ આ પરીક્ષા આપી હતી જેમાં અમે ઉત્તીર્ણ થયા હતા અને હવે લેખિત પરીક્ષા બાકી છે. છેલ્લા 2-3 વખત અમારી લેખિત પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે. અમે દ્વારકામાં ફેબ્રુઆરી 2021માં આર્મીમાં ભરતી થયા હતા, પરંતુ હજી સુધી લેખિત પરીક્ષા લેવામાં આવી નથી. તો અમારી માંગ છે કે, અમારી લેખિત પરીક્ષા લેવામાં આવે, યુવાનો જોડાય અને સેના ભરતીમાં આવે.
પોલીસની ભરતી થઈ રહી છે તો આર્મીની કેમ નહીં- તેમણે જણાવ્યું કે, અમારા જેવા ગુજરાતમાં 2 હજાર જેટલા ઉમેદવારો છે અને દેશમાં પણ બધાની લેખિત પરીક્ષા બાકી છે. કયા કારણોસર લેખિત પરીક્ષા કેન્સલ કરવામાં આવે છે તે પણ અમને જાણ કરવામાં આવતી નથી. હાલ કોરોનાનો કેસ પણ નથી અને ગુજરાતમાં પોલીસ, ફોરેસ્ટ ભરતીઓ થઈ રહી છે, પરંતુ આર્મીની ભરતી થઈ નથી.