- PVS શર્મા ઈન્કમ ટેક્સ વિભાગના પૂર્વ અધિકારી છે
- આવકવેરા વિભાગ દ્વારા શર્માના ઘરે રેડ કરવામાં આવી હતી
- આકાકવેરા વિભાગે ઉમરા પોલીસ મથકમાં શર્મા વિરુદ્ધ ફરિયાદ નોધવી
સુરત: PVS શર્મા શહેર ભાજપના ઉપપ્રમુખ છે સાથે જ તેઓ ઈન્કમ ટેક્સ વિભાગના પૂર્વ અધિકારી પણ રહી ચૂક્યા છે. 25 દિવસ પહેલા આવકવેરા વિભાગ દ્વારા શર્માના ઘરે રેડ કરવામાં આવી હતી. રેડ દરિમયાન અનેક દસ્તાવેજ મળી આવ્યા હતા, જે અંગે તપાસ શરૂ કરાતા અનેક ગોટાળા સામે આવ્યા હતા. જેથી આવકવેરા વિભાગે ઉમરા પોલીસ મથકમાં શર્મા સામે ફરિયાદ નોધવી હતી. ત્યારબાદ શર્માએ નવસારી ખાતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
ઘરે અને ઓફિસે ED દ્વારા તપાસ કરવામાં આવી
જો કે હાલ તેમની સારવાર ચાલી રહી છે, આ વચ્ચે ઇન્કમ ટેક્સની રેડથી શરૂ થયેલી તપાસમાં હવે ED પણ જોડાઈ ગઈ હોવાની માહિતી મળી રહી છે. ED દ્વારા હવે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શર્માના ઘરે અને ઓફિસે ED દ્વારા તપાસ કરવામાં આવી છે. બોગસ બીલિંગ મામલે એન્ફોર્સમેન્ટ ડીરોકટોરેટ દ્વારા તપાસ શરૂ થઈ ગઈ છે. PVS શર્મા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.