- સુરતમાં શનિવારે અને રવિવારે ટેક્સ્ટાઇલ માર્કેટ બંધ રાખવામાં આવી
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં વધારો
- સંક્રમણને લઈને સુરતમાં પોસ્ટ દ્વારા શનિવારે અને રવિવારે માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો
સુરત: સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં શનિવારે અને રવિવારે ટેક્સ્ટાઇલ માર્કેટ બંધ રાખવામાં આવી હતી. સોમવારે માર્કેટ શરૂ થતાં જ મનપા કમિશનર, મેયર અને કોરોનાની સ્થિતિ પર નિયંત્રણ માટે મુકેલા સચિવ એમ. થેંનારસને માર્કેટ વિસ્તારની મુલાકાત લીધી હતી અને ટેસ્ટિંગ વધારવામાં આવ્યું હતું. સાથે જ અહીં માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
છેલ્લા પાંચ દિવસથી રેકોર્ડ બ્રેક કોરોનાના કેસ સામે આવી રહ્યા છે
સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને છેલ્લા પાંચ દિવસથી રેકોર્ડ બ્રેક કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. જેને લઇને તંત્રની ચિંતામાં વધારો થયો છે. કેસો વધતા સુરતમાં રાત્રે 9થી 6 વાગ્યા સુધી કર્ફયુ પણ અમલમાં મૂકવામાં આવ્યું છે. બીજી તરફ વધતા જતા સંક્રમણને લઈને સુરતમાં પોસ્ટ દ્વારા શનિવારે અને રવિવારે માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો:સુરતઃ પલસાણાના હેલ્થ વર્કર દ્વારા પ્લાઝમા ડોનેટ કરવામાં આવ્યું