ગુજરાત

gujarat

ETV Bharat / city

AAPના ઉમેદવારની 20 લાખની બેગ ઉપાડીને રસ્તામાં ફેંકી ચોર ફરાર થતાં ઇન્કમ ટેક્સ તપાસમાં લાગી - Bardoli Rajendra Solanki

બારડોલીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીની કારમાંથી 20 લાખ રૂપિયા ભરેલી બેગ મોટર સાયકલ સવાર બે શખ્સો રસ્તામાં ફેંકીને નાસી (AAP candidate Rs bags in Bardoli) છૂટ્યા હતા. આ ઘટનામાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કર્યા બાદ ઇન્કમ ટેક્સ વિભાગની ટીમ પણ તપાસ કરી રહી છે. (Theft case in Bardoli)

AAPના ઉમેદવારની 20 લાખની બેગ ઉપાડીને રસ્તામાં ફેંકી ચોર ફરાર થતાં ઇન્કમ ટેક્સ તપાસમાં લાગી
AAPના ઉમેદવારની 20 લાખની બેગ ઉપાડીને રસ્તામાં ફેંકી ચોર ફરાર થતાં ઇન્કમ ટેક્સ તપાસમાં લાગી

By

Published : Oct 14, 2022, 11:19 AM IST

બારડોલી પોલીસ મથકની સામેથી કારનો કાચ તોડી 20 લાખ રૂપિયા ભરેલી (Bardoli Rajendra Solanki) બેગની ચીલઝડપ બાદ યુવકે પીછો કરતાં મોટર સાયકલ પર જતા ચોર પકડાઈ જવાની બીકે બેગ દોઢ કિમી દૂર ફેંકીને નાસી છૂટ્યા હતા. આ ઘટનામાં પોલીસે આમ આદમી પાર્ટીના બારડોલીના ઉમેદવારની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં ઇન્કમ ટેક્સ વિભાગ જોડાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. (AAP candidate Rs bags in Bardoli)

AAPના ઉમેદવારની 20 લાખની બેગ ઉપાડીને રસ્તામાં ફેંકી ચોર ફરાર થતાં ઇન્કમ ટેક્સ તપાસમાં લાગી

કારનો કાચ તોડી 20 લાખની બેગબુધવારની સાંજે બારડોલીના પોલીસ મથક બહાર ઊભેલી કારના કાચ તોડી બાઇક સવાર બે ગઠિયાઓ રોકડા રૂપિયા ભરેલી બેગ ચોરીને ભાગી ગયા હતા. પરંતુ બારડોલીના યુવકે પીછો કરતાં મોટર સાયકલ સવાર શખ્સો બેગ ફેંકીને ભાગી ગયા હતા. આ પ્રકરણમાં બારડોલી પોલીસ મથકમાં જમા કરાવેલી બેગમાંથી મળી આવેલા રોકડા રૂપિયા 20 લાખ મળી આવ્યા હતા. (AAP candidate bags in Bardoli)

AAPના રૂપિયા હોવાનું ખુલ્યુંકાર ચાલકની પૂછપરછમાં રકમ બારડોલી વિધાનસભા (Bardoli Police) બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીની હોવાનું બહાર આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઘટના અંગે બારડોલી ટાઉન પોલીસે રાજેન્દ્ર સોલંકીની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી. આટલી મોટી રકમ ક્યાંથી આવી અને કોને મોકલી તે તપાસનો વિષય હોય પોલીસે આવક વેરા વિભાગને જાણ કરી હતી. આવકવેરા વિભાગની ટીમ પણ આ તપાસમાં જોતરાય હતી. (Theft case in Bardoli)

કડોદરાના કાર્યક્રમ માટે રકમ આવી હોવાનું અનુમાન સૂત્રોના જણાવ્યા મુજબ આ રકમ કડોદરા મુકામે બે દિવસ પહેલા યોજાયેલી જાહેર સભાના આયોજનના વિવિધ ચુકવણા માટે આંગડિયા મારફતે બારડોલી મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. પોલીસ દ્વારા આ મામલે આંગડિયા પેઢીના સંચાલકની પણ પૂછપરછ કરી છે. આટલી મોટી રકમ આંગડિયા દ્વારા કોણે, કોને અને શા માટે મોકલી તે પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં આમ આદમી પાર્ટીના વકીલ પણ સુરતથી બારડોલી આવી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. (Bardoli AAP candidate)

21 લાખ રૂપિયા આવ્યા હોવાનું બહાર આવ્યુંબારડોલીની એક આંગડિયા પેઢી મારફતે અમદાવાદથી આ રૂપિયા મોકલવામાં આવ્યા હોવાની હકીકત સામે આવી છે. કારમાંથી ચોરીના પ્રયાસની 20 લાખ રૂપિયા ઉપરાંત અગાઉ 21 લાખ રૂપિયા મળી કુલ 41 લાખ રૂપિયા બારડોલી મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જોકે હાલ તપાસ ચાલી રહી હોય પોલીસ અધિકારીઓ પણ આ મુદ્દે બોલવા તૈયાર નથી. (20 lakh bag in Bardoli)

ABOUT THE AUTHOR

...view details