ગુજરાત

gujarat

ETV Bharat / city

AMCના નિર્ણયને જોતા હવે સુરત મહાનગરપાલિકા પણ હોટેલ, જિમ, થિએટરમાં 'રસી નહીં તો પ્રવેશ નહીં' અંગે કરી રહી છે વિચારણા - Application

અમદાવાદ મહાનગરપાલિકાએ 'રસી નહીં તો પ્રવેશ નહીં'નો નિર્ણય કરતા તમામ મહાનગરપાલિકા અમદાવાદથી પ્રેરણા લઈ રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકા પણ હોટેલ, જિમ, થિએટરમાં 'રસી નહીં તો પ્રવેશ નહીં'ના નિર્ણય પર વિચાર કરી રહી છે. જો આ નિર્ણય લાગુ થશે તો સુરતમાં કોરોનાની રસીના 2 ડોઝ ન લેનારા વ્યક્તિને પ્રવેશ નહીં મળે. હવે સુરત મહાનગરપાલિકા શું નિર્ણય લેશે તે જોવું રહ્યું.

AMCના નિર્ણયને જોતા હવે સુરત મહાનગરપાલિકા પણ હોટેલ, જિમ, થિએટરમાં  'રસી નહીં તો પ્રવેશ નહીં' અંગે કરી રહી છે વિચારણા
AMCના નિર્ણયને જોતા હવે સુરત મહાનગરપાલિકા પણ હોટેલ, જિમ, થિએટરમાં 'રસી નહીં તો પ્રવેશ નહીં' અંગે કરી રહી છે વિચારણા

By

Published : Sep 25, 2021, 3:27 PM IST

  • સુરત મહાનગરપાલિકા પણ અમદાવાદની જેમ 'રસી નહીં તો પ્રવેશ નહીં'ના નિર્ણય અંગે કરી રહી છે વિચારણા
  • સુરતમાં ગણેશોત્સવ બાદ કોરોના કેસો જોવા મળી રહ્યા છે
  • સુરતમાં અત્યારે વેક્સિનેશનની 96 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે

સુરતઃ શહેરમાં ગણેશોત્સવ પછી કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે. હાલમાં જ સરકારના નિર્ણય પછી નવરાત્રિની તૈયારી ચાલી રહી છે. આ તમામની વચ્ચે સુરત મહાનગરપાલિકા અગત્યનો નિર્ણય લેવા વિચારણા કરી રહી છે. જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને BRTS બસ, હોટેલ, રેસ્ટોરાં જેવી જગ્યાઓ પર કોરોનાના બે ડોઝ લેનારને જ પ્રવેશની મંજૂરી આપી છે. તે જ રીતે હવે સુરત મહાનગરપાલિકા પણ હોટલ, જિમ, થિએટરમાં વેક્સિનના બે ડોઝના સર્ટિફિકેટ વગર પ્રવેશ નહીં આપવા માટે વિચાર કરી રહી છે.

સુરતમાં અત્યારે વેક્સિનેશનની 96 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે

દરેક વ્યક્તિએ રસીના 2 ડોઝ લીધા હોવાનું સર્ટિફિકેટ બતાવવું પડશે

આ અંગે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો. આશિષ નાયકે જણાવ્યું હતું કે, શહેરમાં વેક્સિનેશનની 96 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. હવે બાકીના લોકો માટે પણ રસીકરણની તૈયારી કરવામાં આવી રહી છે. તેવામાં અમે વિચારી રહ્યા છીએ કે, હોટલ, જિમ, થિએટરમાં રસીના બે ડોઝના સર્ટિફિકેટ સાથે આવનારા લોકોને જ પ્રવેશ આપવામાં આવે. ટૂંક સમયમાં મહાનગરપાલિકા આ નિર્ણય લાગુ કરશે. આ નિર્ણયના અમલીકરણ માટે મહાનગરપાલિકા એક એપ્લિકેશન પણ બનાવશે.

આ પણ વાંચો-'નો વેક્સિન નો એન્ટ્રી'ના નિર્ણયથી પાલિકાને ખોટ, લોકોમાં રોષ અને છટકવા માટે અમદાવાદીઓના અવનવા બહાના

આ પણ વાંચો-Gujarat corona update: રાજ્યમાં 24 કલાકમાં 17 પોઝિટિવ કેસ નોંધાયા, 12 દર્દીઓએ આપી કોરોનાને માત

ABOUT THE AUTHOR

...view details