- સુરતના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો કહેર યથાવત્
- બુધવારે ગ્રામ્ય વિસ્તારમાં 264 કેસો નોંધાયા
- 336 લોકોએ કોરોનાને મ્હાત આપી
સુરત: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બુધવારે વધુ 264 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને સાથે વધુ 5 દર્દીના કોરાનાના કારણે મૃત્યું પણ થયા હતા. હાલમાં 3043 દર્દીઓ હોસ્પિટલમાં કોરાનાની સારવાર લઈ રહ્યા છે. બુધવારે 336 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.
ગ્રામ્ય વિસ્તારમાં કોરોના
માંગરોળમાં સૌથી વધુ કેસ 59 નોંધાયા હતા જ્યારે ચોર્યાસી 14,ઓલપાડ 38, કામરેજ 34,પલસાણા 19,બારડોલી 35,મહુવા 24,માંડવી 35 અને ઉમરપાડામાં 06 પોઝિટિવ કેસ નોંધાયા હતા.
આ પણ વાંચો :લોકડાઉનમાં છૂટછાટ મળતાં સુરતના ગ્રામ્ય વિસ્તારો ફરી ધમધમતા થયાં
બુધવારે વધુ 336 દર્દીઓએ કોરાનાને મ્હાત આપી
આરોગ્ય વિભાગના આંકડા મુજબ હાલ ગ્રામ્યમાં 3043 દર્દીઓ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે, બુધવારે વધુ 336 દર્દીઓ એ હોસ્પિટલમાં સારવાર લઈ સંપૂણ સ્વસ્થ ઘરે પરત ફર્યા હતા.