- સુરત શહેરમાં રાતથી સવાર સુધીમાં ધોધમાર વરસાદ પડ્યો
- અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા
- ભારે વરસાદના કારણે નોકરી-ધંધા માટે જનારા લોકો અટવાયા
સુરતઃ શહેરમાં રાતથી સવાર સુધીમાં સુરતના અનેક વિસ્તારમાં 5થી 7 ઇંચ વરસાદ નોંધાયો છે. લિંબાયત, ઉધના ગરનાળામાં વરસાદી પાણીના કારણે ભરાઈ જતા લોકોને હાલાકી થઈ હતી. બીજી બાજુ સુરતમાં ભારે વરસાદના પગલે ઠેરઠેર પાણી ભરાવવાની સમસ્યા સર્જાઇ હતી. સુરતમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ પડતા સવારે નોકરી-ધંધા માટે જનાર લોકો અટવાઈ ગયા હતા. શહેરની વાત કરવામાં આવે તો અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોવાની સમસ્યા સર્જાઈ હતી.
આ પણ વાંચો-વલસાડ જિલ્લામાં અડધાથી 6 ઇંચ સુધી વરસાદ વરસ્યો, નારગોલમાં આંગણવાડીનું છાપરું તૂટ્યું
તમામ વિસ્તારમાં 5થી 7 ઈંચ વરસાદ પડ્યો
શહેરના અઠવાલાઈન્સ, ઉમરા, ઘોડદોડ રોડ, પારલે પોઈન્ટ, નાનપુરા, ચોક, અડાજણ, પાલ, વરાછા લિંબાયત, કાપોદ્રા સહિતના વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી થઈ હતી. આ તમામ વિસ્તારમાં 5 ઈંચથી લઈ 7 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આવનારા ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાતથી અત્યાર સુધી શહેરમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. સુરત જ નહીં જિલ્લામાં પણ ભારે વરસાદ પડતા ઠંડક પ્રસરી હતી.