સુરતના સરથાણા ખાતે તક્ષશિલા આર્કેટમાં બનેલી ગોજારી ઘટના બાદ બુધવારે સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભા મળી..અગ્નિકાંડના જવાબધાર અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ઠોસ કાર્યવાહી થાય એવી માંગણી સાથે ઘટનાના વિરોધમાં પાલિકાના તમામ કોંગ્રેસના કોર્પોરેટરો કાળા અને સફેદ વસ્ત્ર ધારણ કરી હાથ પર કાળો પટ્ટી બાંધી વિરોધ સામાન્ય સભામાં હાજર રહ્યા.
અગ્નિકાંડ બાદ સુરત મનપાની સામાન્ય સભાનું કરાયું આયોજન, કોંગ્રેસે કાળી પટ્ટી ધારણ કરી નોંધાવ્યો વિરોધ - sweta singh
સુરત : તક્ષશિલા આર્કેટ અગ્નિકાંડ બાદ બુધવારે સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં મેયર, મ્યુનિસિપલ કમિશ્નર સહિત તમામ કોર્પોરેટરો દ્વારા આ દુઃખદ ઘટના માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતુ અને તેમની આત્માની શાંતિ માટે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ દુઃખદ ઘટનાને પગલે સામાન્ય સભાને અચોકસ મુદત માટે મુલતવી રાખવામાં આવી હતી. જ્યારે મનપાના તમામ કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા સફેદ અને કાળા વસ્ત્ર ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો.
પાલિકાની મુખ્ય કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં અગ્નિકાંડમાં મૃતકો શ્રદ્ધાંજલિ પાઠવા બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. સાથે સામાન્ય સભાને અચોક્કસ મુદત માટે મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બુધવારે મળેલી સામાન્ય સભા અંગે સુરત શહેર મેયર જગદીશ પટેલે જણાવ્યું કે, હાલ તક્ષશિલા આરકેડમાં સર્જાયેલી ઘટના બાદ આ પ્રથમ સામાન્ય સભા હોવાથી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા આજની આ સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી છે.
ઘટના ખૂબ જ ગંભીર અને આઘાતજનક હોવાથી તટસ્થ તપાસ થાય તે બાબતને કેન્દ્રમાં રાખી આગામી તારીખના રોજ ફરી સામાન્ય સભા જાહેર કરવામાં આવી છે. જ્યાં આ ઘટના અંગે જ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ માટે સ્ટેન્ડિંગ કમિટીના પાંચ સભ્યોએ એકવિઝિશન માટેની દરખાસ્ત મૂકી હતી, જેે સ્વીકારવામાં આવી છે. તે મુજબ આગામી દિવસોમા એજન્ડા મુજબ સભા બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.