સુરત: શહેરના પૂણાગામ વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાનના હનુમાન મારવાડી સુરતમાં ગરીબ બાળકો માટે કોરોના કાળમાં સંકટમોચન બનીને આવ્યાં છે. આ ગરીબ બાળકો માસ્ક ખરીદી શકે અથવા તેમની સાઈઝનો માસ્ક બજારમાં મળી શકે તે મુશ્કેલ હોય છે. આ બાળકો કેવી રીતે કોરોનાથી બચી શકે આ વિચાર સાથે હનુમાન મારવાડીએ વેસ્ટમાંથી બેસ્ટ માસ્ક બનાવવાનો વિચાર કર્યો અને પોતાના આસપાસના વિસ્તારોમાંથી ટેલરની દુકાન અને ટેક્સટાઈલ માર્કેટમાંથી જે પણ કાપડ વેસ્ટ પછી જતાં હતાં તે ઘેર લાવી તેનાથી નાના નાના માસ્ક બનાવવાનું શરૂ કર્યું. કોરોના કાળમાં તેઓ ગરીબ ઘરના બાળકો માટે માસ્ક બનાવે છે.
કોરોના કાળમાં 'હનુમાન' ગરીબ બાળકો માટે સંકટમોચન, વેસ્ટમાંથી બેસ્ટ ફોર લેયર માસ્ક બનાવી આપે છે ભેટ - Best from the West
કોરોના કાળમાં માસ્ક અત્યંત જરૂરી છે અને બજારમાં અવનવા માસ્ક પણ મળી રહ્યાં છે, પરંતુ ગરીબ બાળકો માટે માસ્ક નાની સાઇઝમાં મળી રહે તે ખૂબ જ મુશ્કેલી ભર્યું છે, ત્યારે સુરતના હનુમાન મારવાડી તેમના માટે સંકટ મોચન બની સામે આવ્યાં છે. તેઓ ગરીબ પરિવારના નાનાં બાળકો માટે માસ્ક ખાસ પોતાના ઘેર તૈયાર કરે છે. આ વખતે નવરાત્રીને ધ્યાનમાં રાખીને તેઓ ગરીબ બાળકો માટે ગરબા માસ્ક તૈયાર કરી રહ્યાં છે.
કોરોનાકાળમાં હનુમાન ગરીબ બાળકો માટે સંકટમોચન, વેસ્ટમાંથી બેસ્ટ ફોર લેયર માસ્ક બનાવી આપે છે ભેટ
હનુમાને જણાવ્યું હતું કે, જો આ વર્ષે નવરાત્રી આયોજન ન થાય તો પણ આ માસ્ક કે તેઓ તમામ ગરીબ બાળકોને નિઃશુલ્ક આપી દેશે. ઉલ્લેખનીય છે કે, તેઓ અત્યાર સુધી ફોર લેયર માસ્ક વેસ્ટમાંથી બેસ્ટ બનાવી 3000 ગરીબ અને શ્રમિક બાળકોને આપી ચૂક્યાં છે.