- કોરોના કાળમાં મીઠાઈઓ સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચાડે તેની ચિંંતા
- ઈમ્યુનિટી બુસ્ટર મીઠાઈની કિંમત 900 રૂપિયા પ્રતિ કિલો
- ઈમ્યુનિટી મીઠાઈ લોકોની પહેલી પસંદ બની
સુરત: કોરોનાએ તહેવારોના રંગરૂપ અને ઉજવણીની રીત બદલી છે, ત્યારે દિવાળી પર્વ નિમિત્તે લોકો મીઠાઇની ખરીદી કરતા હોય છે. જોકે, કોરોના કાળમાં લોકો ઈમ્યુનિટી બુસ્ટર મીઠાઈ ખરીદવાનો આગ્રહ વધારે રાખે છે. સુરતાના મીઠાઈના વેપારી વિશાલ હલવાવાલાએ ખાસ ઈમ્યુનિટી બુસ્ટર મીઠાઈઓ તૈયાર કરી છે. જાણો શું છે આ ઇમ્યુનિટી બુસ્ટર મીઠાઈ.
ઈમ્યુનિટી બુસ્ટ કરનારી મીઠાઈઓ તૈયાર કરવામાં આવી
દિવાળીના પર્વ પર દર વર્ષે સુરતમાં કરોડો રૂપિયાની મીઠાઈનું વેચાણ થાય છે. આ વખતે કોરોના કાળમાં મીઠાઈ ખરીદવા માટે લોકો વિચારી રહ્યા છે. જેથી લોકોનો આ ડર દૂર કરવા સુરતના મીઠાઈ વિક્રેતા દ્વારા ખાસ ઈમ્યુનિટી બુસ્ટ કરનારી મીઠાઈઓ તૈયાર કરવામાં આવી છે. લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે અને આવી વસ્તુઓથી તૈયાર મીઠાઈના કારણે કોઇ નુકસાન ન થાય એવા ઉમદા હેતુથી આ ઇમ્યુનિટી બુસ્ટર મીઠાઈઓ તૈયાર કરવામાં આવી છે.