ગુજરાત

gujarat

ETV Bharat / city

પ્રજા માટે રેમડેસીવીર લેવા જાલાલપોરના ધારાસભ્ય પહોંચ્યા કંપનીમાં

કોરોના મહામારીમાં રેમડેસીવીર ઇન્જેક્શન લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. દર્દીઓના પરીજન કલાકો લાઇનમાં ઉભા રહે છે છતા પણ રસી મળતી નથી. નવસારી જિલ્લામાં પણ આ જ પ્રકારની હાલત હોવાને કારણે જાલાલપોરના ધારાસભ્ય રેમડેસીવીર બનાવતી કંપનીમાં પહોંચ્યા હતા અને પ્રજાને રસી આપવા માટે વિંનતી કરી હતી.

corona
પ્રજા માટે રેમડેસીવીર લેવા જાલાલપોરના ધારાસભ્ય પહોંચ્યા કંપનીમાં

By

Published : Apr 22, 2021, 11:59 AM IST

Updated : Apr 22, 2021, 12:47 PM IST

  • રાજ્યામાં કોરોના કેસ વધતા રેમડેસીવીર ઇન્જેક્શનની કમી
  • ગણદેવીના ધારાસભ્ય પહોંચ્યા ઇન્જેક્શન લેવા કંપનીમાં
  • કંપનીએ આપ્યું આશ્વાસન

નવસારી : નવસારી જિલ્લામાં રેમડેસિવીર ઇન્જેક્શનની અછતને પૂર્ણ કરવાના પ્રયાસો કરી રહેલા જાલાલપોરના ભાજપના ધારાસભ્યો ગરુવારે નવસારી હાઇવે પર આવેલી ગુફીક કંપનીમાં પહોંચ્યા હતા. જ્યાં કંપનીના પ્લાન્ટ હેડને મળી નવસારીને રોજના 1200 રેમડેસીવીર ઇન્જેક્શન આપવા રજૂઆત કરી હતી. જલાલપોરના ધારાસભ્ય ભાવુક થયા હતા અને કડક શબ્દોમાં મેનેજમેન્ટને કોઈપણ હિસાબે નવસારીને ઇન્જેક્શન પુરા પાડવા માંગણી કરી હતી. જોકે કંપની અન્ય કંપનીઓ માટે જોબવર્ક કરતી હોવાથી, મેનેજમેન્ટ સાથે વાત કરી, ઇન્જેક્શન આપવાનું આશ્વાસન આપ્યુ હતુ.

ગુફીક હેથ્રો અને ઝાયડ્સ માટે બનાવે છે રેમડેસિવીર ઇન્જેક્શન

નવસારી જિલ્લામાં કોરોનાના કેસો વધવા સાથે જ રેમડેસીવીર ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે. જેમાં પણ સરકારમાંથી આવતા રેમડેસીવીર ઇન્જેક્શન ખાનગી હોસ્પિટલો માટે પર્યાપ્ત નથી જેના કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓને ઇન્જેક્શન સમયાનુસાર ન મળતા તેમની તબીયત બગડવાની સંભાવના વધી જાય છે. જેને લઈ નવસારીની ખાનગી હોસ્પિટલોના સંચાલકોએ નવસારી, જલાલપોર અને ગણદેવીના ધારાસભ્યોને ઇન્જેક્શન પુરા પાડવા રજૂઆત કરી હતી.

પ્રજા માટે રેમડેસીવીર લેવા જાલાલપોરના ધારાસભ્ય પહોંચ્યા કંપનીમાં

આ પણ વાંચો : મોરબીમાં હોમ આઈસોલેટ દર્દીઓને ઇન્જેક્શન વિતરણ બંધ કરાતા દર્દીના પરિજનનો હોબાળો

ધારાસભ્યો પહોચ્યા કંપનીમાં

ધારાસભ્યોના સરકારમાં પ્રયાસો નિષ્ફળ રહેતા આજે બપોરે જલાલપોરના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આર. સી. પટેલ, નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ તથા જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, પાલિકા પ્રમુખ જીગીશ શાહ સહિતના આગેવાનો નવસારી નેશનલ હાઇવે નં. 48 પર આવેલી ગુફીક લાઈફ સાયન્સ પ્રા. લિ. પર પહોંચ્યા હતા. જ્યાં કંપનીના પ્લાન્ટ હેડ અશોક દવેને મળી નવસારીમાં રેમડેસીવીર ઇન્જેક્શન બનતા હોય અને નવસારીની હોસ્પિટલોને ઇન્જેક્શન ન મળે, એ યોગ્ય ન હોવાની વાત સાથે રોજના 1200 ઇન્જેક્શન નવસારીને આપવા જણાવ્યુ હતુ.

આ પણ વાંચો :રાજકોટમાં કોંગી અગ્રણીઓએ પાટીલ વિરુદ્ધ પોલીસ મથકમાં આપી અરજી

કંપની પણ લાચાર

ગુફીક, હેથ્રો અને ઝાયડ્સ કંપનીનું જોબવર્ક કરતી કરતી હોવાનું જણાવી, પોતાની લાચારી દર્શાવી હતી. જેની સામે જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલે ઘરના ઘંટી ચાટે ને બહારનાને આટોની વાત કરી, નવસારીને કોઈપણ સંજોગોમાં 1200 ઇન્જેક્શન મળવા જોઈએ જણાવ્યુ હતુ. સાથે જ ઇન્જેક્શન ન મળશે, તો હાલત ખરાબ કરી નાંખવાની વાત કરી ભાવુક થઈ ગયા હતા. જ્યારે ધારાસભ્ય પિયુષ દેસાઈએ હાલની સ્થિતિને સમજી કંપની, નવસારીના હિતમાં મેનેજમેન્ટ સાથે વાત કરી ઇન્જેક્શનની વ્યવસ્થા કરેની માંગણી કરી હતી. જેની સામે અશોક દવેએ સમગ્ર મુદ્દે મેનેજમેન્ટને ધારાસભ્યોની રજૂઆતો જણાવી, ઇન્જેક્શન આપવા આશ્વાસન આપ્યુ હતુ.

Last Updated : Apr 22, 2021, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details