- ધોરણ-9ના બે વિદ્યાર્થીઓ આવ્યા કોરોના પોઝિટિવ
- સ્કૂલ-કોલેજોમાં ધન્વંતરિ રથ દ્વારા કોરોના ટેસ્ટનું આયોજન કરાયું છે
- બે વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા સ્કૂલ સંચાલકોમાં ફફડાટ
સુરત- રાજ્યમાં હાલ કોરોનાના કેસ ઓછા થતા રાજ્ય સરકાર દ્વારા ધોરણ 6થી 8 ઓફલાઈન શાળાઓ શરૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે, ત્યારે સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ દ્વારા કોરોનાની ત્રીજી લેહરની આશંકાને લઇને સ્કૂલ-કોલેજોમાં ધન્વંતરિ રથ દ્વારા કોરોના ટેસ્ટિંગનું આયોજન પણ ચાલી જ રહ્યું છે. તેમાં શહેરની ઉધના વિસ્તારમાં આવેલી લિયો સનગ્રેસ સ્કૂલમાં વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરતા બે વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા સ્કૂલ સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
સુરતમાં ફરી બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ સ્કૂલને 7 દિવસ માટે બંધ રાખવામાં આવી
રાજ્યમાં હાલ ધોરણ 6થી 8ની પ્રાથમિક શાળાઓ તથા ધોરણ 9થી 12ની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ થઇ ગઈ છે, ત્યારે સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ દ્વારા કોરોનાની ત્રીજી લેહરની આશંકાને લઇને શાળાઓમાં કોરોનાના રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરની ઉધના વિસ્તારમાં આવેલી લિયો સનગ્રેસ સ્કૂલના ધોરણ-9માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓનો રેપિડ ટેસ્ટ કોરોના પોઝિટિવ આવતા સ્કૂલને 7 દિવસ માટે બંધ રાખવામાં આવી છે તથા બન્ને વિદ્યાર્થીઓને તેમના ઘરમાં જ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
સ્કૂલ સંચાલકો અને વાલીઓ મુકાયા મુંઝવણમાં
સુરત શહેરની ઉધના વિસ્તારમાં આવેલી લિયો સનગ્રેસ સ્કૂલના ધોરણ-9માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓનો રેપિડ ટેસ્ટ કોરોના પોઝિટિવ આવતા સ્કૂલ સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી બાજુ શહેરના બાકી સ્કૂલોના સંચાલકો તથા વાલીઓ મુંઝવણમાં મુકાયા છે કે, હવે વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલવા કે નહીં. તો બીજી બાજુ સ્કૂલ સંચાલકોમાં પણ એક ડર જોવા મળી રહ્યો છે કે, વિદ્યાર્થીઓ આવશે તો કોરોના ટેસ્ટ દરમિયાન કોરોના પોઝિટિવ આવ્યો તો.. આવી મુંઝવણો જોવા મળી રહી છે, સાથે તંત્ર પણ ચિંતામાં મુકાયું છે.