ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં પાર્લામેન્ટરી બોર્ડના નિયમનો ભંગ, 61 વર્ષીય મહિલાને ટિકિટ અપાઈ - ઉમેદવારોના નામ જાહેર

ભાજપ દ્વારા સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરાઇ છે. પરંતુ યાદી જાહેર થયા બાદ પાર્લામેન્ટરી બોર્ડના નિયમનો સુરતમાં ભંગ જોવા મળ્યો છે. પાર્લામેન્ટરી બોર્ડને નિર્ણય લીધો હતો કે 60 વર્ષથી ઉપરના કાર્યકરોને ટિકિટ આપવામાં આવશે નહીં.

પાર્લામેન્ટરી બોર્ડના નિયમનો સુરતમાં ભંગ
પાર્લામેન્ટરી બોર્ડના નિયમનો સુરતમાં ભંગ

By

Published : Feb 6, 2021, 12:30 PM IST

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિરોધનો દોર શરૂ થયો
  • પાર્લામેન્ટરી બોર્ડે નિર્ણય લીધો હતો કે 60 વર્ષથી ઉપરના કાર્યકરોને ટિકિટ આપવામાં આવશે નહીં
  • 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓને ટિકિટ આપવામાં આવી હોવાનું બહાર આવ્યું

સુરત: ભાજપ દ્વારા સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરાઇ છે. પરંતુ યાદી જાહેર થયા બાદ પાર્લામેન્ટરી બોર્ડના નિયમનો સુરતમાં ભંગ જોવા મળ્યો હતો. પાર્લામેન્ટરી બોર્ડે નિર્ણય લીધો હતો કે 60 વર્ષથી ઉપરના કાર્યકરોને ટિકિટ આપવામાં આવશે નહીં. પરંતુ યાદીમાં 60 વર્ષથી મોટી ઉંમરના લોકોને ટિકિટ અપાઈ હોવાની ચર્ચા છે. પ્રદેશ મહામંત્રીના સગાને ટિકિટ અપાઈ હતી. જ્યારે વોર્ડ નંબર 10માં ઉર્વશી પટેલ અને વોર્ડ નંબર 6માં 61 વર્ષીય અનિતા દેસાઈને ટિકિટ અપાઈ છે.

નામ જાહેર કરી દેતા વિરોધનો દોર પણ શરૂ

સુરતમાં ભાજપે મહામંત્રીના સગાને ટિકિટ આપતા કાર્યકરોએ વિરોધ શરૂ કર્યો હતો. અગાઉ જાહેરાત કરી હતી કે ત્રણ ટર્મ પુરી કરનારા અને 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને ટિકિટ અપાશે નહીં. પરંતુ આ નામો જાહેર થતા વિરોધ શરૂ થયો હતો. ભાજપે સુરતમાં ઉમેદવારોના નામ જાહેર કરી દીધા હતા અને નામ જાહેર કરી દેતા વિરોધનો દોર પણ શરૂ થઇ ચૂક્યો છે. જોકે આ ચૂંટણીમાં પ્રદેશ અધ્યક્ષે એવી જાહેરાત કરી હતી કે 60 વર્ષથી ઉપરના અને ત્રણ ટર્મ પૂરી કરનારા લોકોને ટિકિટ આપવામાં આવશે નહીં. સુરતમાં પ્રદેશ મહામંત્રીના સગાને અને 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓને ટિકિટ આપવામાં આવી હોવાનું બહાર આવ્યું છે, જેને લઇને વિરોધનો દોર શરૂ થયો છે. આ ઉપરાંત આ વખતે ભાજપે નવા ચહેરા અને યુવાનો પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

આ મામલે તપાસ શરૂ

વોર્ડ નંબર 10 માં ઉર્વશી પટેલ અને વોર્ડ નંબર 6 માં 61 વર્ષીય નીતા દેસાઈને ટિકિટ આપવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે. જેને લઇને વિરોધનો દોર શરૂ થયો છે. પોતે સી.આર.પાટીલને લોકો કહી રહ્યા છે કે તમે જ બનાવેલા નિયમનો અહીં ભંગ થઈ ગયો છે. બીજી તરફ આ અંગે શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે, આ વાત અમારા ધ્યાને આવી છે એવું તો બની જ ન શકે કે 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓને ટિકિટ અપાઈ હોય તો માહિતી ખોટી આપવામાં આવી હશે. પરંતુ આ મામલે તપાસ થઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details