ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (Mass Promotion of Standart 10th and 12th)ની ફોર્મ્યુલાને શિક્ષકોએ યોગ્ય ગણાવી - ગુજરાત શિક્ષણ બોર્ડ

રાજ્ય સરકારે અને ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો (Mass Promotion of Standart 10th and 12th) નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લીધો હોવાનું વિદ્યાર્થીઓનું માનવું છે ત્યારે સુરતના શિક્ષકોએ આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામની ફોર્મ્યુલા જાહેર કરવામાં આવી છે.

સુરતમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (Mass Promotion of Standart 10th and 12th)ની ફોર્મ્યુલાને શિક્ષકોએ યોગ્ય ગણાવી
સુરતમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (Mass Promotion of Standart 10th and 12th)ની ફોર્મ્યુલાને શિક્ષકોએ યોગ્ય ગણાવી

By

Published : Jun 19, 2021, 3:58 PM IST

  • રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (Mass Promotion of Standart 10th and 12th)નો મામલો
  • સરકારે બંને ધોરણના વિદ્યાર્થીઓને કઈ રીતે પ્રમોશન અપાશે તેની ફોર્મ્યુલા કરી જાહેર
  • સુરતમાં બંને ધોરણના શિક્ષકોએ સરકારના નિર્ણયને આવકાર્યો

સુરતઃ રાજ્ય સરકારે ગત 2 જૂને ધોરણ-12ના રેગ્યુલર વિદ્યાર્થોને માસ પ્રમોશન (Mass Promotion of Standart 10th and 12th)આપવાની જાહેરાત કરી હતી, પરંતુ માસ પ્રમોશન કઈ રીતે આપવામાં આવશે તેની જાહેરાત કરવામાં નહતી આવી. ત્યારે હવે ગઈકાલે રાજ્ય સરકારે ધોરણ-10-12ના વિદ્યાર્થીઓના માસ પ્રમોશન (Mass Promotion of Standart 10th and 12th)અંગે જાહેરાત કરી હતી. સરકારે જણાવ્યું હતું કે, ધોરણ 12ના પરિણામની ફોર્મ્યુલા (Result Formula) પ્રમાણે ધોરણ 10ના પરિણામના 50 માર્ક્સ ધોરણ-11ના પરિણામના-25 માર્ક્સ તેમજ ધોરણ-12ની સામાયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે.

સુરતમાં બંને ધોરણના શિક્ષકોએ સરકારના નિર્ણયને આવકાર્યો

આ પણ વાંચો-NSUIની માગ, ધોરણ 10 અને ધોરણ 12ના રીપીટરોને પણ આપો માસ પ્રમોશન

ઓછી મહેનત કરનારા વિદ્યાર્થીઓને ફાયદો થશે જ્યારે હોંશિયાર વિદ્યાર્થીઓને નુકસાન નથી

સુરતમાં પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો. સુરતના ધોરણ 10ના શિક્ષકે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે રીતે ધોરણ-9ના પેહલી, બીજી સામાયિક પરીક્ષાના જે શાળામાં પરીક્ષાઓ લેવાઈ હતી અને આ વર્ષે રાજ્ય સરકારના દર મહિના અંતે 4 વિષયો ગુજરાતી, મેથ્સ, સાઈન્સ અને એસસેસની યુનિટ ટેસ્ટ લેવામાં આવી હતી. તેના માર્ક્સ તથા બીજી પરિણામ જે અડધી પરીક્ષાઓ શાળામાં લેવામાં આવી હતી અને અડધી પરીક્ષા ઓનલાઈન (Online Exam) લેવામાં આવી હતી. તેના માર્કના ગણતરી કરીને વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવશે. રાજ્ય સરકારે જે નીતિ જાહેર કરી છે એ યોગ્ય છે. કારણકે, એમાં હોશિયાર વિદ્યાર્થીઓને ફાયદો થશે અને જે વિદ્યાર્થીઓ થોડી ઘણી મેહનત કરીને પાસ થતા હતા. તેને પણ માસ પ્રમોશનને લીધે ફાયદો થશે, પરંતુ હોંશિયાર વિદ્યાર્થીઓને પણ નુકસાન નથી. કારણકે, ગયા વર્ષે તેમને ધોરણ 9માં જે સામાયિક પરીક્ષાઓ આપી હતી. તે તેમને શાળાઓમાં આપી હતી તેમાં તેમને સારા ગુણ મેળવ્યા છે.

સરકારે બંને ધોરણના વિદ્યાર્થીઓને કઈ રીતે પ્રમોશન અપાશે તેની ફોર્મ્યુલા કરી જાહેર

આ પણ વાંચો-નવા સત્રની શરૂઆતમાં સ્કૂલોમાં કઈ રીતનું આયોજન

રાજ્ય સરકારનો નિર્ણય યોગ્ય છે

આ સાથે ધોરણ-12ના શિક્ષકે જણાવ્યું હતું કે, ગુજરાત શિક્ષણ બોર્ડે જે નિણય લીધો છે કે, આપણે ધોરણ 10માં 50 ટકા અને ધોરણ 11ના 25 ટકા અને ધોરણ 12માંના 25 ટકા એટલે કે એમાં ધોરણ-11 માના જે પેહલી, બીજી પરીક્ષાઓ 50 માર્ક્સની લીધી હતી. તેના સરેરાશના 50 ટકા કરીને 25 માર્ક્સ તરીકે ગણવાના રહેશે તથા ધોરણ 12ની જે એકમ કસોટી લીધી હતી, જે દર મહિને લેવામાં આવતી હતી તેના 125ના 20 ટકા કરીને એના પણ 25 ટકા ગણવાના રહેશે.અને ધોરણ10માં જે પરિણામ નક્કી કર્યા છે એના 50 ટકા માર્ક્સ ગણવાના છે. એટલે રાજ્ય સરકારનો આ નિણય યોગ્ય છે.

ABOUT THE AUTHOR

...view details