- સુરતમાં બે વ્યક્તિને ધારાસભ્ય વિનુ મોરડિયાને પ્રશ્ન પૂછવો ભારે પડ્યો
- બંને પિતાપુત્રએ ધારાસભ્યને પ્રશ્ન પૂછતાં ધારાસભ્યે પોલીસ બોલાવી
- પોલીસે આખી રાત પિતાપુત્રને પોલીસ સ્ટેશનની બહાર બેસાડી રાખ્યાં
સુરતઃ એક તરફ સંવેદનશીલ સરકારની મોટી મોટી વાત કરતી ભાજપના જ ધારાસભ્યો ભાજપનું નામ ડૂબાડવા પાછળ પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, આવી જ એક ઘટના સામે આવી છે સુરતમાં. સુરતમાં ભાજપના ધારાસભ્ય વિનુ મોરડિયા પ્રચાર માટે નીકળ્યા હતા. તે દરમિયાન બે પિતા-પુત્ર દ્વારા આ ધારાસભ્યને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, પરંતુ ધારાસભ્યએ જવાબ આપવાની જગ્યાએ બંનેને પોલીસ પાસે પકડાવી દીધા હતા. તેવો પિતા-પુત્રએ આક્ષેપ કર્યો હતો.
સ્થાનિકોએ ધારાસભ્ય પાસે હિસાબ માગતા ધારાસભ્ય અકળાયાં
આ અંગે આમ આદમીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, ડભોલી વિસ્તારમાં આવેલી હરિદર્શન સોસાયટીમાં ભાજપની ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તે સમયે આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યને સોસાયટીના રહેવાસી હરિશ રાજુભાઈ જોધાણીએ કોરોના કાળમાં ક્યાં હતા સાહેબ? પ્રશ્ન પૂછ્યો હતો. આ ઉપરાંત સ્થાનિકોએ ધારાસભ્યને કહ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના કોઈ ઠેકાણા નહતા, અમારા પૈસાથી અમે અમારી સોસાયટીના રસ્તાઓ બનાવ્યા છે, અમને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના કાયદા હેઠળ દંડ ભરાવ્યા ત્યારે ક્યાં હતા.