ગુજરાત

gujarat

સુરતમાં 40 હજારનું ટોસિલિઝૂમેબ ઈન્જેક્શન 2.70 લાખ રૂપિયામાં વેચતો નર્સના પિતા ઝડપાયો

By

Published : May 11, 2021, 12:19 PM IST

કોરોના મહામારીના કપરા સમયમાં રેમડેસિવિર તેમજ ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના કાળા બજાર કરનારાઓ બેફામ બન્યા છે ત્યારે સુરતમાં 40 હજારનું ટોસિલિઝુમેબ ઈન્જેક્શન 2.70 લાખ રૂપિયામાં વેચવા નીકળેલા મહિલા નર્સના પિતાની પોલીસે ધરપકડ કરી હતી. SOG પોલીસે રસિક લીલાધર કથિરિયાને ઝડપી ઉમરા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. રસિકને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માગણી કરતાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

સુરતમાં 40 હજારનું ટોસિલિઝૂમેબ ઈન્જેક્શન 2.70 લાખ રૂપિયામાં વેચતો નર્સનો પિતા ઝડપાયો
સુરતમાં 40 હજારનું ટોસિલિઝૂમેબ ઈન્જેક્શન 2.70 લાખ રૂપિયામાં વેચતો નર્સનો પિતા ઝડપાયો

  • સુરતમાં ટોસિલિઝૂમેબ ઈન્જેક્શનની કાળાબજારી વધી
  • 40 હજારનું ઈન્જેક્શન 2.70 લાખમાં વેચતો આરોપી ઝડપાયો
  • SOG પોલીસે વોચ ગોઠવી આરોપી રસિક કથિરિયાની ધરપકડ કરી
SOG પોલીસે વોચ ગોઠવી આરોપી રસિક કથિરિયાની ધરપકડ કરી

સુરતઃ એક તરફ કોરોનાના કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. કેટલાક દર્દીઓને ઈન્જેક્શન મેળવવામાં તકલીફ પડી રહી છે. આવામાં ગુનેગારો બેફામ બન્યા છે. આ જ રીતે સુરતમાં 40 હજાર રૂપિયાનું ટોસિલિઝૂમેબ ઈન્જેક્શન 2.70 લાખ રૂપિયામાં વેચવા નીકળેલા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. આ આરોપી નર્સનો પિતા હોવાનું સામે આવ્યું હતું. SOG પોલીસે રસિક લીલાધર કથિરિયાની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃડીસામાંથી રેમડેસીવીર ઇન્જેક્શનનું કાળાબજાર કરતા 8 લોકો ઝડપાયા

પોલીસે વોચ ગોઠવી આરોપીને રંગેહાથ ઝડપ્યો

SOGની ટીમે વેસુ ચાર રસ્તા પાસે આવેલી મૈત્રી હોસ્પિટલ પાસે ટ્રેપ ગોઠવી હતી. તે દરમિયાન 40 હજાર રૂપિયાનું ટોસિલિઝૂમેબ ઈન્જેક્શન 2.70 લાખ રૂપિયામાં આપવા આવેલા રસિક કથિરિયાને પોલીસે પકડી પાડ્યો હતો. આરોપી રસિક કથિરિયા ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હેતલ કથિરિયાનો પિતા છે. ઉમરા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માગણી કરી હતી.


આ પણ વાંચોઃભરૂચમાં રેમડેસીવીર ઇન્જેકશનની કાળા બજારીનું વધુ એક કૌભાંડ ઝડપાયું


કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપ્યા
ટોસિલિઝૂમેબ ઈન્જેક્શન ઉપર બે જ નંબર હોય છે. તેથી ખબર પડી જાય છે કે ક્યાંથી આવ્યું રિકવરી અને ડિસ્કવરી તેમજ અન્ય આરોપીઓની ધરપકડ માટે રિમાન્ડ આપવા જોઈએ નહીં તેવા જજમેન્ટ રજૂ કર્યા હતા. કોર્ટે બંને પક્ષની દલીલો બાદ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details