ગુજરાત

gujarat

ETV Bharat / city

સમાજની રૂઢિચૂસ્ત માનસિકતા તોડીને ખેલાડી કરી રહી છે પ્રેક્ટિસ, હવે દેશ માટે લાવશે મેડલ - hijab news today

સુરતમાં ખેલાડીઓ અત્યારે નેશનલ ગેમ્સની તૈયારી પૂરજોશમાં કરી રહ્યા (Table Tennis Tournament) છે. આમાં એક ખેલાડી એવી પણ છે જે મુસ્લિમ રૂઢિચૂસ્ત પરિવારમાંથી (practice for National Games Gujarat ) આવે છે. આ ખેલાડીએ અહીં સુધી પહોંચવામાં ઘણો સંઘર્ષ કર્યો છે.

મુસ્લિમ સમાજની રૂઢિચૂસ્ત માનસિકતાઓની જંજીરો તોડીને ખેલાડી કરી રહી છે પ્રેક્ટિસ, હવે દેશ માટે લાવશે મેડલ
મુસ્લિમ સમાજની રૂઢિચૂસ્ત માનસિકતાઓની જંજીરો તોડીને ખેલાડી કરી રહી છે પ્રેક્ટિસ, હવે દેશ માટે લાવશે મેડલ

By

Published : Sep 23, 2022, 3:41 PM IST

સુરતરાજ્યમાં સૌપ્રથમ વખત 36મી નેશનલ ગેમ્સ (National Games Gujarat) રમાશે. ત્યારે સુરતમાં પ્રેક્ટિસ કરી રહેલી મહિલા ખેલાડીઓ પોતાનું ઉત્કર્ષ પ્રદર્શન બતાવી રહી છે. સમાજ અને સગાસંબંધીઓના મહેણા ટોણા અને વિરોધ વચ્ચે આજે આ મહિલાઓ પરિવારના સપોર્ટથી દેશ માટે રમી રહી છે. આમાંથી એક સુરતની 19 વર્ષીય ફિલઝાહ ફાતેમા કાદરી (Filzah Fatema Qadri) છે કે, જે એક મુસ્લિમ રૂઢિચુસ્ત પરિવારમાંથી આવે છે અને આ 9 વર્ષની તેની સફર ખૂબ જ સંઘર્ષમય રહી છે.

તૈયાર પૂરજોશમાં 36ની નેશનલ ગેમ્સમાં ટેબલ ટેનિસની ટૂર્નામેન્ટ (table tennis tournament) ચાલી રહી છે, જેમાં દેશભરમાંથી ખેલાડીઓ આવ્યા છે. ઘણી મહિલા ખેલાડીઓ એવી છે કે, જેમને આ રમતમાં આવતા પહેલા સમાજ અને સગાસંબંધીઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં આ ખેલાડીઓએ કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર સંઘર્ષ થકી અને પરિવારના સપોર્ટથી આજે ટેબલ ટેનિસમાં (table tennis tournament) આગળ વધી રહી છે અને દેશનું નામ રોશન કરી રહી છે.

નવ વર્ષ કર્યો સંઘર્ષ સુરતની 19 વર્ષીય ખેલાડી ફિલઝાહ ફાતિમા કાદરી (Filzah Fatema Qadri) કે, તે ટેબલ ટેનિસની રમતમાં (Table Tennis Tournament ) કેટલી સક્રિય છે અને કઈ રીતે ગેમમાં આગળ વધવું ખૂબ જ સારી રીતે જાણે છે. ફિલઝાહ એક મુસ્લિમ રૂઢિચુસ્ત પરિવારમાંથી આવે છે. અને આ નવ વર્ષની તેની સફર ખૂબ જ સંઘર્ષમય રહી છે.

માતાએ કર્યો સપોર્ટફિલઝાહ ફાતેમા કાદરી (Filzah Fatema Qadri) સિનિયર નેશનલ સર્કિટમાં નવી હોઈ શકે છે. પરંતુ સુરતની 19 વર્ષીય યુવતીએ બતાવ્યું કે તે ટેબલ ટેનિસની (Table Tennis Tournament) રમત માં કેટલી સક્રિય છે અને કઈ રીતે ગેમ માં આગળ વધવું ખુબજ સારી રીતે જાણે છે. તેણીએ જણાવ્યું હતું કે, હું 9 વર્ષની હતી ત્યારથી ટેબલ ટેનિસ રમું છું. સ્કૂલમાં ક્લાસ બંક કરવા મેં ટેબલ ટેનિસની રમવાની શરૂઆત કરી હતી. જ્યારે મેં રમવાની શરૂઆત કરી હતી.

સગાસબંધીઓએ કર્યો હતો વિરોધખેલાડીએ વધુમાં કહ્યું હતું કે, અમારા સમાજ અને સગા સંબંધીઓ તરફથી ઘણો વિરોધ થયો હતો. કારણ કે, અમને હિજાબ (hijab news today) વગર બહાર નીકળવા દેતા નથી અને ટેબલ ટેનિસના પહેરવેશમાં (table tennis tournament) શોર્ટ કપડા પહેરવા પડતા હોય છે. તેમ છતાં પણ મારા પરિવારમાં મારી માતાનો મને ખૂબ જ સારો સપોર્ટ થયો છે. હું જે જગ્યાએ રમવા જાઉં છું. ત્યાં મારી માતા હંમેશા મારી સાથે હાજર હોય છે. જ્યારે પણ મને જરૂર પડી છે ત્યારે મારી માતાએ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે.

સગાસંબંધીઓએ વિરોધ પણ કર્યોફિલઝાહની (Filzah Fatema Qadri) માતાએ કહ્યું હતું કે, મારી દીકરીને ટેબલ ટેનિસ રમવું ગમે છે. તેથી હું એને સપોર્ટ કરું છું. ઘણી વાર અમારા સગાસંબંધીઓએ વિરોધ પણ કર્યો છે, પરંતુ મારી દીકરીને ગમે તે હું તેને કરવા દઉં છું. તે આપણા દેશ માટે રમી રહી છે. હિજાબ (hijab news today) અમારામાં કમ્પલસરી છે અને તે પહેરે પણ છે, પરંતુ આ ગેમ માટે તેને જે કરવું હોય તે કરવા દઉં છું.

ABOUT THE AUTHOR

...view details