- સુરતની ICICI બેંકમાં સોનાના નકલી દાગીના રાખી ઠગાઈ કરતા આરોપી ઝડપાયા
- 2 કરોડ 55 લાખની ગોલ્ડ લોન મેળવી બેંક સાથે કરી છેતરપિંડી
- આ ટોળકીના 7 આરોપીઓની ધરપકડ
- શહેર ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ શરુ કરી
સુરત: શહેરની ICICI બેંકોમાં સોનાના નકલી દાગીના મુકી 2 કરોડ 55 લાખની ગોલ્ડ લોન મેળવી બેંક સાથે ફ્રોડ કરનારી ટોળકીના સભ્ય વિશાલ ઉર્ફે વિક્કી ભરવાડ સાજન રાઠોડની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જયારે અન્ય બે આરોપીઓમાં હિરેન ડાહ્રા ઉધાડ અને રાજેશ મનુ મકાણીના રિમાન્ડ પુરા થતા બન્નેને કોર્ટે લાજપોર જેલમાં મોકલ્યા છે.
સુરત: ICICI બેંકમાં સોનાના નકલી દાગીના મુકી રૂપિયા 2.55 કરોડની ગોલ્ડ લોન મેળવી ઠગાઈ કરનારી ટોળકી ઝડપાઈ એક ગ્રામના 2500 થી 2800 ભાવે વેચી દેતાશહેરની ICICI બેંકમાં સોનાના નકલી દાગીના મુકી 2.55 કરોડની ગોલ્ડ લોન મેળવી બેંક સાથે ફ્રોડ કરનારી ટોળકીના એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે. ટોળકીનો સભ્ય 25 વર્ષીય વિશાલ ઉર્ફે વિક્કી ભરવાડ સાજન રાઠોડની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી છે. કોર્ટે તેને 5 દિવસના રિમાન્ડમાં મોકલી આપ્યો છે. જયારે અન્ય બે આરોપીઓમાં હિરેન ડાહ્રા ઉધાડ અને રાજેશ મનુ મકાણીના રિમાન્ડ પુરા થતા બન્નેને કોર્ટે લાજપોર જેલમાં મોકલ્યા છે. વિશાલ ઉર્ફે વિક્કી ભરવાડ અમદાવાદના સોની પાસેથી 7 કિલો ઘરેણાં લાવ્યો હતો. વિશાલ તે ઘરેણાં બિલ્ડર જગદીશ બાબરીયા એન્ડ ટોળકીને એક ગ્રામના 2500 થી 2800 ભાવે વેચી દેતો હતો. ક્રાઇમ બ્રાન્ચે ગોલ્ડ લોનના કૌભાંડમાં 23 ઠગોની સામે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો. ઠગાઈ કરનારી આ ટોળકીના અત્યાર સુધીમાં 7 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મનોજ રણછોડ ભંડેરી, બિલ્ડર જગદીશ રતિ બાબરીયા, પ્રશાંત ચંદુ જોષી, હિરેન ડાહ્રા ઉધાડ, રાજેશ મનુ મકાણી, નલીન દેવશી પાનસુરીયા અને હાલમાં વિશાલ ઉર્ફે વિક્કીની ધરપકડ કરવામાં આવી છે.