ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં તૌકતે વાવાઝોડાના કારણે 2 દિવસમાં 275થી વધુ વૃક્ષ ધરાશાયી - ફાયરના જવાનોએ આખી રાત વૃક્ષો હટાવી રસ્તા સાફ કર્યા

તૌકતે વાવાઝોડાની અસર સુરત શહેરમાં પણ જોવા મળી હતી. વાવાઝોડાના કારણે સુરત શહેરમાં ગઈકાલથી અત્યાર સુધીમાં અનેક વૃક્ષ ધરાશાયી થયા છે. ફાયર વિભાગને અત્યાર સુધીમાં 275થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હોવાના કોલ મળ્યા હતા.

સુરતમાં તૌકતે વાવાઝોડાના કારણે 2 દિવસમાં 275થી વધુ વૃક્ષ ધરાશાયી
સુરતમાં તૌકતે વાવાઝોડાના કારણે 2 દિવસમાં 275થી વધુ વૃક્ષ ધરાશાયી

By

Published : May 19, 2021, 3:13 PM IST

  • વાવાઝોડાના કારણે સુરતના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી
  • ફાયર વિભાગને અત્યાર સુધીમાં 275થી વધુ વૃક્ષ ધરાશાયીના કોલ મળ્યા
  • સુરતમાં મોડી રાત સુધીમાં વધુ 13 વૃક્ષ ધરાશાયી થયા હતા

સુરતઃ શહેરમાં વાવાઝોડાની અસરના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. શહેરના ફાયર વિભાગને અત્યાર સુધીમાં 275થી વધુ વૃક્ષ ધરાશાયી થયાના કોલ આવ્યા છે. જ્યારે સુરતમાં મોડી રાતે વધુ 13 વૃક્ષો ધરાશયના કોલ ફાયરને આવ્યા હતા. શહેરોમાં અનેક વૃક્ષો, બેનરો, હોર્ડિંગ્સ પડ્યા હોવાના કોલ પણ ફાયર વિભાગને આવ્યા હતા. જોકે, ફાયર વિભાગ પણ પોતપોતાના ઝોન પ્રમાણે કામે લાગી ગયું હતું. ફાયર વિભાગ જેમ એક પછી એક કોલનો નિકાલ કરે તેમ બીજો કોલ આવી જતો હતો. તેથી જ ફાયર વિભાગ સતત વ્યસ્ત જોવા મળ્યું હતું. ગઈકાલે મોડી રાતે વધુમાં 13 વૃક્ષો ધરાશયી થયાના કોલ આવ્યા હતા.

ફાયરના જવાનોએ આખી રાત વૃક્ષો હટાવી રસ્તા સાફ કર્યા હતા

આ પણ વાંચોઃગાંધીનગર જિલ્લામાં 200થી વધુ વૃક્ષો વાવાઝોડાને પગલે ધરાશાયી

સાંજ સુધીમાં તમામ પેન્ડિંગ કોલ્સનો નિકાલ આવશે

સુરત ફાયર સ્ટેશનના કંટ્રોલ રૂમે જણાવ્યું હતું કે, બુધવારે બપોર સુધીમાં કુલ 275થી વધુમાં કોલ મળ્યા છે અને સાંજ સુધીમાં પેન્ડિંગ કોલનો પણ નિકાલ થઈ જશે. હાલમાં 4 કોલ વેઈટિંગમાં છે. જેમ જેમ ફાયર દ્વારા એક પછી એક પેન્ડિંગ કોલ સોલ્વ કરી રહી છે. હાલ સોસાયટીઓમાં કોલ આવ્યા છે. સુરતના રાંદેર અને અઠવા ઝોનમાં કુલ 80 જેટલા વૃક્ષો ધરાશયી છે તેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

વાવાઝોડાના કારણે સુરતના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી

આ પણ વાંચોઃખંભાતના રાલજ રોડ પર 10થી વધુ વૃક્ષો ધરાશાયી

ફાયરના જવાનોએ આખી રાત વૃક્ષો હટાવી રસ્તા સાફ કર્યા હતા

સુરત શહેરના એડિશનલ ચીફ ફાયર ઓફિસર બી. કે.પરીખે જણાવ્યું હતું કે, તૌકતે વાવાઝોડાના કારણે શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષ, હોર્ડિંગ્સ, બેનરો પડી ગયા હતા. જોકે, કોઈ જાનહાની નથી થઈ. મંગળવારે આખી રાત ફાયર વિભાગના જવાનોએ જ્યાં જ્યાં વૃક્ષ ધરાશાયી થયા હતા. તે તમામ રસ્તાને સાફ કર્યા હતા. રાંદેર અને અઠવા ઝોનમાં સૌથી વધારે 80 જેટલા વૃક્ષ ધરાશાયી થયા હતા. જ્યારે ભાઠાગમાં તાડનું વૃક્ષ એક ઝૂંપટી પર પડ્યું હતું. જોકે, કોઈ જાનહાની નહતી થઈ.

ABOUT THE AUTHOR

...view details