- સુરતમાં સામાજિક અંતરના ઉડ્યા ધજાગરો
- ધારાસભ્ય હર્ષ સંઘવી જ ભુલ્યો કોરોના ધારા ધોરણો
- હાલમાં સુરતમાં કોરોના કાબૂમાં
સુરત:એક તરફ સુરતમાં કોરોનાનું સંક્રમણ હવે ધીમે ધીમે કાબુમાં આવી રહ્યું છે. અને સંક્રમણ ઘટતા જ હવે નેતાઓ બેદરકાર બન્યા છે. સુરતમાં બીજેપીના ધારાસભ્ય અને કોર્પોરેટર અને કાર્યકરોએ ડુમસ વિસ્તારમાં માસ્ક અને સામાજિક અંતર વિના મીટીંગ યોજી હતી અને ટોળે વળ્યા હતા.
નેતાઓ ટોળે વળ્યા
પાલિકા અને પોલીસ કમિશનરે શનિ-રવિવારે શહેરીજનો પર ડુમસ હરવા-ફરવા, જવા પર પ્રતિબંધ મૂક્યો છે ત્યાં જતાં લોકોને દંડા બતાવી અટકાવવામાં આવે છે પણ ભાજપના કાર્યકરોને પોલીસે અટકાવ્યા ન હતા. ધારાસભ્ય હર્ષ સંઘવી સહિત ભાજપના સંખ્યાબંધ કાર્યકરો અને હોદ્દેદારો માસ્ક વિના સામાજિક અંતરનો ભંગ કરી ટોળે વળ્યા હતા. 40 જેટલા લોકોમાંથી ધારાસભ્ય હર્ષ સંઘવી અને અન્ય 32 લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા. આ ફોટા હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જનતાને 1 હજાર રૂપિયાનો દંડ ફટકારતું તંત્ર શું અહી દંડ ફટકારશે કે કેમ તે પણ ચર્ચાઓ ઉઠી છે.