સુરતરાજ્યમાં લવ જેહાદનો (love jihad) મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં જ ડીસામાં હિન્દૂ સંગઠનોએ લવજેહાદ વિરુદ્ધ રેલી કાઢી પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ હવે લવજેહાદની આગ સુરત પહોંચી ગઈ છે. તો હવે અહીં નવરાત્રિ (navratri festival) ગરબા ક્લાસીસના આયોજકોને સુરતની કેટલીક હિન્દૂ સંસ્થાઓ અને ભાજપના કોર્પોરેટર દ્વારા ખૂલ્લી ચીમકી આપવામાં આવી છે. સાથે જ સુરતમાં પ્રતિષ્ઠિત ખોડલધામ સંસ્થા દ્વારા આ વખતે ગરબાનું આયોજન કરવામાં આવશે. તેમાં વિધર્મીઓને પ્રવેશ નહીં (Love Jihad in Navratri Festival) આપવામાં આવે તે પ્રકારનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.
નવરાત્રિ પહેલા શરૂ વિવાદ શહેરમાં આ વખતે નવરાત્રિના (navratri festival) આયોજન પહેલાં જ ગરબાનો વિવાદ શરૂ થઈ ગયો છે. ખોડલધામ સંસ્થાએ ગરબાના આયોજનમાં (Surat Khodaldham organization) હિન્દુ ધર્મ સિવાય વિધર્મીઓને પ્રવેશ નહીં મળે. જે ખેલૈયાઓ ગરબાના આયોજનમાં આવશે તેમના ઓળખ કાર્ડની ચકાસણી કરવામાં આવશે.
સંસ્થાએ ચિંતા વ્યક્ત કરી મહત્વનું છે કે, ખોડલધામ સુરત પાટીદાર સમાજની (Surat Khodaldham organization) એક પ્રતિષ્ઠિત સંસ્થા છે. અગાઉ પણ લવજેહાદ મુદ્દે સંસ્થાના અગ્રણીઓએ ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે નવરાત્રિના (navratri festival) આયોજનમાં કોઈ વિધર્મી હિન્દૂ યુવતીને શિકાર ન બનાવે તે માટે ખોડલધામ સુરત દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. આ અંગે ખોડલધામ સુરતના પ્રમુખ ધાર્મિક માલવીયાએ જાણકારી આપી હતી.
ઉદ્દેશ કોઈ ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો નથીખોડલધામ સુરતના (Surat Khodaldham organization) પ્રમુખ ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, નવરાત્રિ એ માતાજીનો પરંપરાગત રીતે ભક્તિભાવ કરવાનો પર્વ છે. આ ઉત્સવમાં વિધર્મીઓ પોતાનું નામ છૂપાવીને આ ઉત્સવમાં સામેલ થઈને હિન્દુ યુવતીઓને લવજેહાદનો શિકાર બનાવે છે. ભૂતકાળમાં આવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. તેવામાં સુરતમાં ખોડલધામ સમિતિએ (Surat Khodaldham organization) નવરાત્રિ ઉત્સવનું આયોજન કર્યું છે. તો અસામાજિક પ્રવૃત્તિ કરનાર લોકો તેમાં સામેલ ન થઈ જાય તે પ્રકારે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.