સુરતઃ ભાજપના સાંસદ અને ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા સુરતની મુલાકાતે (Tejasvi Surya Surat Visit) હતા. અહીં તેઓ યુવા મોરચા દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા સમાપન વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા કોંગ્રેસમાં પ્રશાંત કિશોર સામેલ થઈ શકે છે આ બાબતને લઇ તેઓએ જણાવ્યું હતું કે આવ્યાથી ભાજપને કોઈ ફેર પડતો નથી.
તેજસ્વી સૂર્યાના કોંગ્રેસ પર પ્રહાર બાઈક રેલીમાં રહ્યા ઉપસ્થિત -ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ સભ્ય તેજસ્વી સુર્યા સુરત ખાતે (Tejasvi Surya Surat Visit) ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બાઈક રેલીમાં સામેલ થવા આવ્યા હતા. આ રેલીમાં (BJP bike rally in Surat) મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. પૂણાગામથી શરૂ થયેલા બાઈક યાત્રા (BJP bike rally in Surat) અમરોલીના ઉતરાણ વિસ્તાર સુધી પહોંચી હતી.
ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરતની મુલાકાતે આ પણ વાંચો-હાર્દિક પટેલનો વોટ્સએપ પર ભગવા ખેસ પહેરેલો ફોટો, સવાલ કર્યો તો કહ્યુ કે...
પ્રશાંત કિશોર પર તેજસ્વી સૂર્યાના પ્રહાર - આ રેલી દરમિયાન તેજસ્વી સૂર્યાએ (BJP Yuva Morcha National President Tejasvi Surya)કોંગ્રેસમાં પ્રશાંત કિશોરની એન્ટ્રીને લઈને પ્રતિક્રિયા પણ આપી હતી તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે પ્રશાંત કિશોર જો કોંગ્રેસમાં જોડાય તો ભાજપને તેનાથી કોઈ પણ ફેર (Tejasvi Surya on Congress) પડતો નથી.
PK હોય, BK હોય કે પછી TK ભાજપને કંઈ ફરક નથી પડતો ફેરઃ તેજસ્વી સૂર્યા આ પણ વાંચો-Vadnagar Ayurvedik Collage : વડનગરને આયુર્વેદિક મેડિકલ કોલેજ સહિતની કઇ કઇ સંસ્થાઓની ભેટ મળી જાણો
ગુજરાતમાં જીત હાંસલ કરીશું -સુરત ખાતે તેજસ્વી સૂર્યાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં યુવા મોરચા પાસે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરનારા યુવા મોરચા ના અધ્યક્ષ પ્રશાંતભાઈ જેવા અનેક કાર્યકર્તાઓ અમારી પાસે છે. માત્ર વિવેચક નથી. આવા કાર્યકર્તાઓના બળ ઉપર અમે ગુજરાતમાં જીત હાંસલ કરીશું. તેમણે કોંગ્રેસમાં પ્રશાંત કિશોરની એન્ટ્રી બાબતે જણાવ્યું હતું કે, પ્રશાંત કિશોરના કારણે કોઈ ફેર (Tejasvi Surya on Congress) પડશે નહીં. કોંગ્રેસમાં પીકે હોય, બીકે હોય કે ટીકે હોય તેનાથી કોઈ ફરક પડતો નથી.