ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં એક મહિલાએ મિત્ર સાથે મળી અજાણ્યા યુવકની હત્યા કરી - દિલ્હી ગેટ ચાર રસ્તા

સુરત શહેરના દિલ્હી ગેટ ચાર રસ્તા નજીક કબીર મંદિરની બાજુમાં ગઈ કાલે રાત્રે અજાણ્યા યુવકની હત્યા થઈ ગઈ હતી. આ હત્યા એક મહિલા અને તેના મિત્ર બંનેએ મળીને કરી હતી. બંનેએ યુવકે ચપ્પુના ઘા ઝીંકી દેતા યુવકનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને નજરે જોનાર દુકાનદારની મદદથી મહિધરપુરા પોલીસે હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

સુરતમાં એક મહિલાએ મિત્ર સાથે મળી અજાણ્યા યુવકની હત્યા કરી
સુરતમાં એક મહિલાએ મિત્ર સાથે મળી અજાણ્યા યુવકની હત્યા કરી

By

Published : Jan 1, 2021, 11:21 AM IST

  • સુરતમાં એક મહિલા અને તેના મિત્ર બંનેએ મળી યુવકની હત્યા કરી
  • દિલ્હી ગેટ ચાર રસ્તા પર બંને આરોપી યુવક સાથે કરતા હતો ઝઘડો
  • બંનેએ યુવકને પહેલા ખૂબ માર્યો પછી ચપ્પુ વડે તેની હત્યા કરી નાખી

સુરતઃ શહેરના દિલ્હી ગેટ ચાર રસ્તા નજીક કબીર મંદિરની બાજુમાં ગઈ રાત્રે અજાણ્યા યુવકને એક મહિલા અને તેનો મિત્ર માર મારી રહ્યા હતા અને બાદમાં મહિલા સાથે રહેલા શખ્સે અજાણ્યા યુવકને ચપ્પુ મારી તેની હત્યા કરી દીધી હતી. યુવકને પેટ અને છાતીના ભાગે ઈજા થતા યુવક રોડ ક્રોસ કરતી વખતે ત્યાં જ ઢળી પડયો હતો. ઘટનાની જાણ થતા મહિધરપુરા પોલીસ તરત જ દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તને સારવાર માટે લઈ જવામાં આવે તે પહેલા જ તેનું મોત થયું હતું. પોલીસે આસપાસ રહેલી દુકાનોમાં પૂછપરછ કરતા મહિલાનું નામ હીના હોવાનું જાણવા મળ્યું હતું. અને તેની સાથે 25થી 30 વર્ષ જેને શરીરે કાળા જેવા રંગનું જેકેટ પહેર્યું હતું. આ ઉપરાંત પોલીસે આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા પણ તપસ્યા હતા, જેમાં હીના નામની મહિલા યુવકને લાત મારતા નજરે ચડી હતી. અજાણ્યા શખસ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

ઘટનાના સાક્ષી દુકાન માલિકની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની તપાસ હાથ ધરી

આ બનાવને લઈને મહિધરપુરા પોલીસે ઘટનાને નજરે જોનાર દુકાન માલિક કમલેશકુમાર શકઠુલાલ ગુપ્તાની ફરિયાદ લઈ હીના નામની મહિલા અને તેની સાથે રહેલા અજાણ્યા શખસ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details