ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં દોઢ મહિનાથી મહિલાનું વજન ન ઉતરર્યુ તો તેના પતિએ કર્યુ કઈંક આવુ... - ડભોલી ચાર રસ્તા

સુરતમાં સારવાર બાદ પણ પત્નીનો વજન નહીં ઉતરતા પતિએ ડોક્ટર પર આરીથી હુમલો કરીને હત્યાની કોશિશ કરી હતી. આ સાથે જ રૂપિયા 1500 અને ફોન લૂંટીને નાસી ગયો હતો. ચોંકવનારી ઘટના સુરત કતારગામ વિસ્તારમાં બની છે. પોલીસે આરોપી પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં દોઢ મહિનાથી મહિલાનું વજન ન ઉતરતા જુઓ તેના પતિએ શું કર્યું..?
સુરતમાં દોઢ મહિનાથી મહિલાનું વજન ન ઉતરતા જુઓ તેના પતિએ શું કર્યું..?

By

Published : Dec 4, 2020, 2:13 PM IST

  • ડોક્ટર પર દર્દીના પતિએ આરીથી હુમલો કર્યો
  • દોઢ મહિનાથી વજન ઉતારવાની ચાલી રહી હતી સારવાર
  • દર્દીના પતિએ પૈસા પર કરવા ડોક્ટરને આપી ધમકી

સુરતઃ આ અંગે કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ડભોલી ચાર રસ્તા પાસે શાયોના ક્લિનિકના ડોક્ટર પર દર્દીના પતિએ આરીથી હુમલો કર્યો હતો. ડૉ.અજય એમબીબીએસ તબીબ છે. હાલ તે હર્બલ પ્રોડક્ટ વેચે છે. કૈલાસનગર સોસાયટીમાં રહેતો મનોજ દુધાતરા શિક્ષક છે. મનોજ પત્ની પાયલને વજન ઉતારવા માટે ડોક્ટર અજય પાસે લઈ ગયો હતો. છેલ્લા દોઢેક મહિનાથી સારવાર ચાલતી હતી, પરંતુ વજન નહીં ઉતરતા મનોજ ઉશ્કેરાઈ ગયો હતો.

મનોજે ડોક્ટરને આપી હતી ધમકી

મનોજે આરોપ લગાવ્યા હતા કે, પત્નીની વજન ઉતારવાની સારવાર બરાબર થઈ નથી. આથી ડોક્ટર અજય સારવાર પાછળ જે ખર્ચ થયો તે પરત આપે. મનોજે ડોક્ટરને ધમકી પણ આપી કે, જો રૂપિયા નહીં આપે તો મારી નાખીશ. ડૉક્ટર રૂપિયા ન આપતા મનોજે તેના ગળા પર આરીથી ઘા કરીને ગંભીર ઈજા પહોંચાડી હતી અને ક્લિનિકમાંથી ડોક્ટરનો ફોન અને પર્સ લઈને નાસી ગયો હતો. પર્સમાં રૂપિયા 1500 હતા. ઈજાગ્રસ્ત ડોક્ટરની સારવાર ચાલી રહી છે અને પોલીસે આરોપી પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details