ગુજરાત

gujarat

સુરતમાં મહિલા કોર્પોરેટર પરિવાર સાથે મળી કોવિડ સેન્ટરમાં 16 કલાક કરે છે દર્દીઓની સેવા

By

Published : Apr 20, 2021, 4:53 PM IST

કહેવામાં આવે છે કે જ્યારે કોઈ વિકટ પરિસ્થિતિ હોય ત્યારે કોઈ નેતા પ્રજા પાસે ફરકતા પણ નથી. નેતાઓ માત્ર 5 વર્ષ પછી ચૂંટણી વખતે દેખાય છે, પરંતુ સુરતમાં તેનાથી વિપરીત હાલમાં જ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટાઈને વિજય થયેલા કોર્પોરેટર કૈલાસબેન સોલંકી હાલ PPE કિટ પહેરીને રોજની 16 કલાક કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. એટલું જ નહીં કૈલાસબેનના પતિ અને તેમની ડોક્ટર દીકરી પણ આ સેવાયજ્ઞમાં જોડાઈ છે.

સુરતમાં મહિલા કોર્પોરેટર પરિવાર સાથે મળી કોવિડ સેન્ટરમાં 16 કલાક કરે છે દર્દીઓની સેવા
સુરતમાં મહિલા કોર્પોરેટર પરિવાર સાથે મળી કોવિડ સેન્ટરમાં 16 કલાક કરે છે દર્દીઓની સેવા

  • ભાજપના કોર્પોરેટર કૈલાસબેન સોલંકીની કામગીરીને સલામ
  • કોર્પોરેટર પરિવાર સાથે મળી કોવિડ સેન્ટરમાં કરે છે સેવા
  • 16-16 કલાક સુધી કોરોનાના દર્દીઓની કરે છે સેવા

સુરતઃ ભાજપના મહિલા કોર્પોરેટર તેમની એકની એક ડોક્ટર દીકરી અને પતિ હાલ સુરતના અર્ધા વિસ્તાર ખાતે આવેલા અટલ કોવિડ સેન્ટરમાં ફરજ બજાવી રહ્યા છે. ભાજપના કોર્પોરેટર કૈલાસબેન સોલંકીએ અત્યાર સુધીમાં અનેક વાર દર્દીઓનો જીવ બચાવવા માટે ભગીરથ કાર્ય કર્યા છે, જેના કારણે તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ પણ મેળવ્યો છે.

આ પણ વાંચોઃરાજ્યના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીએ શરૂ કરી નિઃશુલ્ક પાણીની સેવા

16-16 કલાક સુધી કોરોનાના દર્દીઓની કરે છે સેવા

મહિલા કોર્પોરેટરની દેખરેખમાં 1,200થી વધુ દર્દી સાજા થયા

એક વર્ષ પહેલાં જ્યારે સુરતમાં કોરોના કેસ વધી રહ્યા હતા ત્યાર આ જ અટલ કોવિડ સેન્ટરમાં તેમણે 3 મહિના સુધી દિવસ રાત મહેનત કરી દર્દીઓની સેવા કરી હતી. ત્રણ મહિના સુધી તેઓ પોતાના ઘરે ગયા નહતા. એટલું જ નહીં તેઓ પોતાની દીકરીથી ત્રણ મહિના સુધી મળ્યા પણ નહોતા. તેમની દેખરેખમાં 1,200થી વધુ કોરોના દર્દીઓ સાજા થયા. આ સેન્ટરમાં એક પણ કોવિડ ગ્રસ્ત દર્દીનું મોત પણ નથી થયું.

આ પણ વાંચોઃસુરત સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે મોસંબી શરબત સહિત ચા-નાસ્તાની સેવા શરૂ કરાઈ

અનેકવાર જોખમ લઈને અમે દર્દીઓની સારવાર કરીએ છેઃ મહિલા કોર્પોરેટર

આ વખતે ફરી એક વખત સંક્રમણ વધતા ફરીથી તેઓ કોવિડ સેન્ટરમાં ફરજ બજાવી રહ્યા છે. આ વખતે તેમના પતિ અને તેમની દીકરી પણ આ કોવિડના દર્દીઓની સેવા કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, સેવા પરમો ધર્મ છે. લોકોની સેવા કરવાની તેમની ફરજ છે. આવી પરિસ્થિતિમાં તેમને ડોક્ટર દીકરી અને તેમના પતિ પણ આ સેવાયજ્ઞમાં જોડાયા છે. પતિના બન્ને ફેફસા કામ કરતા નથી. તેમ છતાં તેઓ લોકોની સેવા કરી રહ્યા છે તે પણ નર્સ છે. તેમની દીકરી ડોક્ટર રેશ્મામાં સોલંકીએ જણાવ્યું હતું કે, દર્દીઓ જ્યારે કોલ સેન્ટરમાં આવે છે ત્યારે તેમની કાળજી લેવામાં આવતી હોય છે અને અનેક વાર રિસ્ક લઈને અમે દર્દીઓની સારવાર કરીએ છે.

ABOUT THE AUTHOR

...view details