ગુજરાત

gujarat

ETV Bharat / city

Mucormycosis: સુરતમાં ત્રણ વર્ષના બાળકમાં લક્ષણો દેખાઈ આવતા તંત્ર થયુ દોડતું - In Surat, a three-year-old child showed symptoms of mucormycosis

સુરત(surat)માં કોરોના(corona) થયા વિના જ 3 વર્ષના બાળકમાં શંકાસ્પદ મ્યુકોરમાઇકોસિસ (Mucormycosis)દેખાતા તંત્ર ચિંંતિત છે. 3 વર્ષના બાળકને નવી સિવિલ હોસ્પિટલ (New civil hospital)ખાતે બાળકને સારવાર અર્થે લાવતા મ્યુકોરમાઇકોસિસના બાળકમાં લક્ષણો જણાઈ આવ્યા હતા.

સુરતમાં ત્રણ વર્ષના બાળકમાં મ્યુકોરમાઇકોસિસના લક્ષણો દેખાઈ આવતા તંત્ર થયુ દોડતું
સુરતમાં ત્રણ વર્ષના બાળકમાં મ્યુકોરમાઇકોસિસના લક્ષણો દેખાઈ આવતા તંત્ર થયુ દોડતું

By

Published : Jul 25, 2021, 12:06 PM IST

  • ત્રણ વર્ષના બાળકમાં મ્યુકોરમાઇકોસિસ લક્ષણો દેખાઈ આવ્યાં
  • બાળકનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો
  • કેન્સર પીડિત બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો


સુરત: નવી સિવિલ હોસ્પિટલ (New civil hospital)દ્વારા મળતી માહિતી પ્રમાણે બુધવારના રોજ 3 વર્ષના કેન્સર પીડિત બાળકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ (New civil hospital)ખાતે લાવવામાં આવ્યો હતો. બાળકમાં મ્યુકોરમાઇકોસિસ (Mucormycosis)ના લક્ષણો જણાઇ આવતા બાળકનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. સીટી સ્કેનમાં બાળકનો કોરોના(corona) રિપોર્ટ નેગેટિવ જણાઇ આવ્યો હતો.

આ પણ વાંચો- ETV અગ્રેસર : મ્યુકોરમાઇકોસિસની સારવારમાં એક સુત્રતા લાવવા 11 તજજ્ઞ તબીબોની ટાસ્ક ફોર્સની રચના કરાઈ

બાળકની સ્થિતિ નાજુક જણાઇ આવી હતી

બાળકમાં મ્યુકોરમાઇકોસિસ (Mucormycosis)ના શંકાસ્પદ લક્ષણો દેખાઈ આવતા બાળકને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરી હતી. આંખ, કાન, દાંતના ડોક્ટર દ્વારા બાળકની તપાસ કરવામાં આવી હતી. બાળકની સ્થિતિ નાજુક જણાઇ આવતા હોસ્પિટલ તંત્ર દ્વારા હાયર સેન્ટર પર રીફર કરવાની તૈયારી દર્શાવી હતી. તે દરમિયાન બાળકના માતા-પિતા બાળકને લઈને અચાનક કેન્સરની સારવાર અર્થે અમદાવાદ રવાના થઇ ગયા હતા.

બાળકને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો

નવી સિવિલ હોસ્પિટલ(New civil hospital)ના આર.એમ.ઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે, બુધવારના રોજ 3 વર્ષના બાળકને નવી સિવિલ હોસ્પિટલ(New civil hospital)માં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. બાળકનો કોરોના(corona) રિપોર્ટ કરાવતા નેગેટિવ આવ્યો હતો. બાળકને કેન્સર હોવાથી તેના માતા-પિતા સારવાર માટે અમદાવાદ લઇ ગયા હતા.

આ પણ વાંચો- વડોદરામાં મ્યુકોરમાઇકોસિસના નવા 14 દર્દીઓ નોંધાયા, કુલ આંક 325 પર

કોરોનાની ત્રીજી લહેર વધુ ઘાતક બની શકે છે

ઘટી રહેલા કોરોના(corona)ના કેસ સામે કોરોનાની બીજી લહેર માટે તંત્રએ તૈયારીઓ દર્શાવી છે. કોરોનાની ત્રીજી લહેર વધુ ઘાતક બની શકે છે તેમ જણાવવામાં આવી રહ્યું છે, ત્યારે ત્રીજી લહેર વચ્ચે ત્રણ વર્ષના બાળકમાં કોરોના અને શંકાસ્પદ મ્યુકોરમાઇકોસિસ (Mucormycosis)ના શંકાસ્પદ લક્ષણો જણાઈ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

ABOUT THE AUTHOR

...view details