ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં ફેરિયાઓ અને પાલિકા અધિકારીઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ

સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતા પાલિકા અધિકારીઓ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમયે ફેરિયાઓ અને પાલિકા અધિકારીઓ વચ્ચે ઝપાઝપી અને ઘર્ષણ ની સ્થિતિ સર્જાઈ હતી. ફેરિયાઓએ જાતે પોતાની ફ્રુટની લારી ઉંધી વાળી દેતા રસ્તા પર ફ્રુટનો પથરાવ જોવા મળ્યો હતો.

સુરતમાં ફેરિયાઓ અને પાલિકા અધિકારીઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ
સુરતમાં ફેરિયાઓ અને પાલિકા અધિકારીઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ

By

Published : Apr 24, 2020, 3:29 PM IST

સુરત: કોરોના વાઈરસના પગલે હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. જો કે તંત્ર દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે લોકોને કેટલોક સમય પણ ફાળવવામાં આવ્યો છે. આ છતાં શહેરના અડાજણ પાટીયા વિસ્તારમાં સવારના દશ વાગ્યા સુધી શાકભાજી અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે છૂટ આપવામાં આવી છે. પરંતુ અહીં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા પાલિકા અધિકારીઓ દ્વારા બજાર બંધ કરાવવાની ફરજ પડી હતી. તેમ છતાં કેટલાક ફેરિયાઓએ વેચાણ ચાલુ રાખતા પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરી સામાન પણ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમયે ફેરિયાઓ અને પાલિકા સ્ટાફ વચ્ચે ઝપાઝપી અને ઘર્ષણની સ્થિતિ જોવા મળી હતી. ભારે હોબાળો થતા ફેરિયાઓએ જાતે પોતાની ફ્રુટની લારીઓ ઉંધી વાળી દેતા રસ્તા પર ફ્રૂટનો પથરાવ જોવા મળ્યો હતો. આ સિવાય તેને રોકવા ગયેલા પાલિકા અધિકારીઓ અને સ્ટાફ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટના સ્થળે મોટો હોબાળો જોવા મળ્યો હતો.

ફેરિયાઓ અને પાલિકા અધિકારીઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ

જ્યાં પોલિસ પહોંચતા ફ્રુટની લારી ચલાવતો યુવક રસ્તા પર સુઈ ગયો હતો. પોલિસ આવતા સમગ્ર મામલો શાંત કર્યો હતો. ત્યારે મોકો જોઈ ફેરિયાઓ ત્યાંથી નાસી છૂટયા હતા.

હાલ ઘટના અંગે, પાલિકા અધિકારીઓ અને પોલિસ દ્વારા કાર્યવાહીની દિશામાં કામગીરી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details