ગુજરાત

gujarat

ETV Bharat / city

ગૃહ રાજ્યપ્રધાનના મિત્રએ કરી આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં કર્યા ચોંકાવનારા આક્ષેપ - શેર દલાલેની આત્મહત્યા

સુરત શહેરમાં સાતમાં માળેથી પડતું મુકતા (Suicide case in Surat) ચકચાર મચી જવા પામી હતી. હાલ આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ બોલાવ્યો હતો.પરંતુ આ કેસમાં આત્મહત્યા (Crime Rate in Surat) કરનાર વ્યકિતએ ફેસબુક પર સુસાઇડ નોટ અપલોડ કરીને કેટલાક (Suicide cases in Gujarat) લોકોના નામ જાહેર કર્યા છે.

ગૃહ રાજ્યપ્રધાનના મિત્રએ જ કરી આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં કર્યા ચોંકાવનારા આક્ષેપ
ગૃહ રાજ્યપ્રધાનના મિત્રએ જ કરી આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં કર્યા ચોંકાવનારા આક્ષેપ

By

Published : Aug 8, 2022, 2:07 PM IST

Updated : Aug 8, 2022, 3:10 PM IST

સુરત :સુરતના કતારગામ વિસ્તારમાં પ્રવીણ કુંભાણી નામના શેર દલાલે આત્મહત્યા (Suicide Case in Surat) કરતા ચકચાર મચી જવા પામી છે. આત્મહત્યા કરતાં પરિવાર પણ શોખમાં ગરકાવ થઈ ગયો છે. પરંતુ આત્મહત્યા કરતા પહેલા લખેલી સુસાઇડ નોટ સોશિયલ મીડિયા (Crime Rate in Surat) પર મૂકી હતી. જેમાં વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કર્યાનું જાણવા મળ્યું છે. આ સુસાઇડ નોટના (Stock broker suicide) આધારે જ કતારગામ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

ફેસબુક પર સુસાઈડ નોટ

આ પણ વાંચો :Sucide Selfie video: પત્નીના દુ:ખમાં આપઘાત કરતા પહેલા બનાવ્યો વીડિયો, પછી થયું એવું કે...

સુસાઇડ નોટમાં શું લખ્યું -આત્મહત્યા કરનાર પ્રવીણે લખ્યું હતું કે, હું દેવામાં આવી ગયો છું મેં શેરબજાર અને લોકોને વ્યાજે પૈસા અપાવ્યા હતા. એ લોકોને મેં લાખો રૂપિયા આપ્યા છે. હવે મારી પાસે પૈસા નથી આ લોકો મારી પાસેથી પઠાણી ઉઘરાણી કરે છે. આ લોકોના દબાણથી ઉઘરાણી (Harassment of Usurers in Gujarat) ચાલુ કરી છે. એટલે મેં આ પગલું ભર્યું છે મેં વ્યાજે લીધેલા પૈસા શેર બજારમાં ભર્યા છે. આ લોકોને ભરવા માટે કાંઈ નથી મારા પરિવારની સલામતી માટે આ પગલું ભર્યું છે. હું બધાના નામ લખું છું આ બધાને લીધે હું આવું કરવા માટે મજબૂર થયો છું આ લોકોએ મને બહુ હેરાન-પરેશાન કર્યો છે.

આ પણ વાંચો :ફરિયાદીએ આ રીતે પોલીસને કર્યા ગુમરાહ

"હું તમારો એક સારો મિત્ર છું" -આ સુસાઇડ નોટમાં વધુમાં જણાવ્યું હતું કે, જે લોકો મારા પરિવારને હેરાન પરેશાન કરશે તો તેનું મોતનું કારણ એ લોકો બનશે. મારી પોલીસ ખાતાને વિનંતી છેકે, આ લોકોને ખરાબ સજા થવી જોઈએ. મારા પરિવારને ન્યાય મળવો જોઈએ. આત્મહત્યા કરનાર વ્યક્તિએ સ્યુસાઈડ (Harassment of Usurers in Surat) નોટમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને સંબોધીને લખ્યું હતું કે, હું તમારો એક સારો મિત્ર છું મારા પરિવારનું ધ્યાન રાખજો. આ સાથે આત્મહત્યા કરનાર વ્યક્તિએ તેના મિત્ર દક્ષેશ મવાણીને વિનંતી છે કે, મારા (Suicide Cases due to Usurers) પરિવારને ન્યાય અપાવજે. જોકે, આત્મહત્યા કરનાર વ્યક્તિએ સુસાઇડ નોટ સોશિયલ મિડીયામાં ચડાવી હતી.ત્યારે હવે જોવું રહ્યું કે, પોલીસની કામગીરી બાદ શું શું બહાર આવે છે.

Last Updated : Aug 8, 2022, 3:10 PM IST

ABOUT THE AUTHOR

...view details