ગુજરાત

gujarat

ETV Bharat / city

'અબકી બાર પેટ્રોલ-ડિઝલ 100ની પાર' હવે પાણીથી ચલાવો પોતાની કાર... - ગુજરાતમાં ઈકોફ્રેન્ડલી કાર

દેશભરમાં પેટ્રોલ અને ડિઝલના ભાવે સેન્ચ્યુરી મારી છે, ત્યારે સતત મોંઘા થઈ રહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવ વચ્ચે સુરતના એક મિકેનિકલ ઇન્જિનિયર પાણીથી પોતાની કાર ચલાવે છે. સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ 60 વર્ષના એન્જિનિયર પુરુષોત્તમે 15 વર્ષની ભારે જહેમત બાદ આ ખાસ ફોર્મ્યુલા તૈયાર કરી છે, જેમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા વગર આ કાર પાણીથી ચાલે છે.

સુરત
સુરત

By

Published : Jun 25, 2021, 8:55 PM IST

  • સુરતના એક મિકેનિકલ એન્જિનિયર પાણીથી ચલાવે છે પોતાની કાર
  • 60 વર્ષના એન્જિનિયરે 15 વર્ષની ભારે જહેમત બાદ ખાસ ફોર્મ્યુલા તૈયાર કરી
  • એક લીટર પાણીમાં કાર 80થી 85 કિલોમીટર સુધી ચાલે છે

સુરત: મૂળ રાજકોટના નિવાસી અને ખેડૂત પુત્ર પુરુષોત્તમ પીપળીયા મિકેનિકલ એન્જિનિયરિંગ કરી ચૂક્યા છે. જ્યારથી તેઓ વિદ્યાર્થી હતા ત્યારથી તેમની ઇચ્છા હતી કે, આ ક્ષેત્રમાં કંઈ નવી ક્રાંતિ કરવામાં આવે અને આ જ કારણ છે કે, તેઓ પોતાની મારુતિ 800 કાર પાણીથી ચલાવી રહ્યા છે. જે કાર પેટ્રોલ અને ડિઝલથી ચાલતી હોય છે તે પાણીથી કેવી રીતે ચાલી શકે તેવો પ્રશ્ન લોકોના મનમાં ચોક્કસથી આવશે, પરંતુ એક ખાસ ફોર્મ્યુલાથી પુરુષોત્તમે આ આવિષ્કાર કર્યો છે.

પાણીથી ચાલે છે આ કાર

આ પણ વાંચો: કિયા કંપનીએ લોન્ચ કરી ઈ-કાર, એક વાર ચાર્જ કરવાથી 500 કિમી ચાલશે

ત્રણ લીટર પાણીમાં 1,000 કિલોમીટર સુધી ચાલી શકે છે આ કાર

પુરુષોત્તમે આ વિશે જણાવ્યું હતું કે, એક લીટર પાણીમાં આ કાર 80થી 85 કિલોમીટર સુધી ચાલે છે. જો એને વધુ મોડીફાય કરવામાં આવે તો ત્રણ લીટર પાણીમાં તે 1,000 કિલોમીટર સુધી ચાલી શકે છે. મિનરલ વોટર દ્વારા આ કાર ચાલે છે, પેટ્રોલ અને ડિઝલ બાદ જો કાર સૌથી સારી રીતે ચલાવી શકાય તો તે હાઇડ્રોજન ગેસથી ચલાવી શકાય છે. પાણીમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજન અલગ કરી હાઇડ્રોજનથી આ કાર ચલે છે. આમ તો તેમની કારમાં પેટ્રોલની જરૂર રહે છે. પરંતુ માત્ર વાહન સ્ટાર્ટ અને બંધ કરતી વખતે તે પણ બેથી ત્રણ મિનિટ માટે જે ઓટો ઓપરેટેડ કરાયેલું છે.

આ પણ વાંચો: લેમ્બોર્ગિનીએ ભારતમાં હ્યુરાકન ઈવીઓ રિયર-વ્હીલ ડ્રાઈવ સ્પાઈડર કરી લોન્ચ, કિંમત 3.54 કરોડ રૂપિયા

કારમાં કોઈપણ પ્રકારના ફેરફાર કર્યા વિના પાણીથી આ કાર ચલાવી શકાશે

પુરુષોત્તમે વધુમાં જણાવ્યું હતું કે, આવનાર વર્ષોમાં આશરે15 થી 20 કરોડ પેટ્રોલ અને ડિઝલથી ચાલતા વાહનો નવા નિયમોના કારણે દેશના લોકો ચલાવી શકશે નહીં. જો રાજ્ય અને કેન્દ્ર સરકાર તેમના આ ખાસ પ્રોજેક્ટ ઉપર ધ્યાન આપે તો તમામ કારમાં કોઈપણ ફેરફાર કર્યા વિના પાણીથી ચલાવી શકાશે. ઈંધણ તરીકે પાણીનો ઉપયોગ થતો હોવાને કારણે આ કાર પ્રદૂષણ રહિત છે. પુરુષોત્તમના આ પોતે બનાવેલા ફોર્મ્યુલાને કારણે કેન્દ્ર સરકારે તેમની આ પદ્ધતિને પેટર્નની મંજૂરી પણ આપી છે.

ABOUT THE AUTHOR

...view details