ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં મહારાષ્ટ્રથી આવેલા પરિવારને કોરોનામાં ખાનગી હોસ્પિટલના પગથિયા પર અને પિતાને હોસ્પિટલમાં સારવાર અપાઇ - corona update

સુરતમાં મહારાષ્ટ્રથી આવેલા એક પરિવારના સદસ્યને કોરોના પોઝિટિવ હોવાથી સુરત સારવાર માટે લાવ્યા, પણ સુરતની બન્ને સરકારી હોસ્પિટલમાં જગ્યા ના હોવાથી તેમને સુરતની ખાનગી હોસ્પિટલ યુનિક હોસ્પિટલમાં સારવાર માટે જવું પડ્યું હતું. જોકે પરિવારના વૃદ્ધ પિતાને હોસ્પિટલમાં તો પુત્રને હોસ્પિટલ બહાર જ 8 દિવસથી સારવાર અપાઇ રહી છે.

સુરતમાં મહારાષ્ટ્રથી આવેલા પરિવારને કોરોનામાં ખાનગી હોસ્પિટલના પગથિયા પર અને પિતાને હોસ્પિટલમાં સારવાર અપાઇ
સુરતમાં મહારાષ્ટ્રથી આવેલા પરિવારને કોરોનામાં ખાનગી હોસ્પિટલના પગથિયા પર અને પિતાને હોસ્પિટલમાં સારવાર અપાઇ

By

Published : Apr 8, 2021, 8:49 PM IST

  • 8 દિવસથી પગથિયા પર જ સારવાર લઇ રહ્યા છે
  • વૃદ્ધ પિતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા
  • કોરોનાના કેસમાં વધારો થતા સુરતની સ્થિતિ હાલ બેકાબૂ બની છે

સુરતઃ મહારાષ્ટ્રના નંદુરબારથી આવેલા પરિવારમાં ત્રણ જણા રહે છે. જેમાંથી પુત્રને એવી આશા હતી કે પિતાને કોરોના પોઝિટિવ છે. જોકે તેમના પુત્રને પણ કોરોના પોઝિટિવ છે, સુરતમાં એમનો ઈલાજ શક્ય હોવાથી અહિ આવી પહોંચ્યા હતા. જોકે સુરતની હાલત પણ એટલી જ ગંભીર છે કે, શહેરમાં કોરોના કેસ વધવાના કારણે સુરતની બન્ને સરકારી હોસ્પિટલોમાં જગ્યા ન હોવાને કારણે આ પરિવારને અંતે સુરતની ખાનગી હોસ્પિટલ યુનિક હોસ્પિટલમાં વૃદ્ધ પિતાને સારવાર માટે દાખલ કરવા પડ્યા હતા. જોકે પુત્રને પણ કોરોના પોઝિટિવ હોવાથી હોસ્પિટલમાં જગ્યા ના હોવાથી બહાર પગથિયા પર જ છેલ્લા 8 દિવસથી સારવાર લઇ રહ્યા છે.

સુરતમાં મહારાષ્ટ્રથી આવેલા પરિવારને કોરોનામાં ખાનગી હોસ્પિટલના પગથિયા પર અને પિતાને હોસ્પિટલમાં સારવાર અપાઇ

આ પણ વાંચોઃસુરતમાં શરમજનક કિસ્સોઃ શ્રમજીવી પરિવારના પુત્રને સમયસર સારવાર ન મળતા થયું મોત

જગ્યા ના હોવાના કારણે પરિવારને પગથિયા પર સારવાર અપાઇ છે

સુરતમાં મહારાષ્ટ્રથી આવેલા પરિવારને કોરોના પોઝિટિવ હોવાના કારણે સુરતની ખાનગી હોસ્પિટલ યુનિક હોસ્પિટલ ખાતે સારવાર માટે પિતાને હોસ્પિટલમાં અને પુત્રને બહાર પગથિયા પર છેલ્લા આઠ દિવસથી સારવાર આપવામાં આવે છે. આ બાબતે જ્યારે યુનિક હોસ્પિટલના ડોક્ટરને પૂછવામાં આવ્યું તો, તેમને કહ્યું કે, મને આ બાબતની જાણ નથી અને તેઓ કશું બોલવા તૈયાર પણ ન હતા. સ્થિતિ જોઇ શકાય છે કે કેટલી ગંભીર છે. જગ્યા ના હોવાના કારણે આ પરિવારને હોસ્પિટલના પગથિયા પર છેલ્લા આઠ દિવસથી સારવાર અપાઇ રહી છે.

સુરતમાં મહારાષ્ટ્રથી આવેલા પરિવારને કોરોનામાં ખાનગી હોસ્પિટલના પગથિયા પર અને પિતાને હોસ્પિટલમાં સારવાર અપાઇ

આ પણ વાંચોઃદર્દીના મોત બદલ પરિવારે કોવિડ હોસ્પિટલ પર કર્યા ગંભીર આક્ષેપો

સુરતમાં કોરોનાની વાસ્તવિકતા કંઈક અલગ જ દેખાઈ રહી છે.

સુરત શહેરમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થતાં સુરતની સ્થિતિ હાલ બેકાબૂ બની ગઈ છે. સુરતની સરકારી અને ખાનગી હોસ્પિટલો હાલ કોરોના દર્દીઓથી ભરાઈ ગઈ છે. ત્યારે આવી સ્થિતિમાં સુરતમાં બીજા રાજ્યમાંથી આવતા પરિવાર દંપતીઓને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારે ત્યાં પણ જગ્યા મળવી મુશ્કેલ બની ગઈ છે. કોરોના પોઝિટિવ દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં રાખવામાં આવે ત્યારે તેમના પરિવારોને હોસ્પિટલની બહાર જ રેહવું પડતું હોય છે. આ સુરતમાં વધી રહેલા કોરોના કેસની મહામારી પોતાની વાસ્તવિકતા બતાવી રહી હોય એમ લાગી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details