- સુરતમાં બે દિવસ માટે ડોક્ટરો ભૂખ હડતાળ પર ઉતર્યા
- ઈન્ડીયન મેડીકલ એસોસિએશન સંકળાયેલા કરો આજે ભૂખ હડતાળ પર
- ડૉક્ટરો આધુનિક શસ્ત્રક્રિયા કરશે તો દર્દીનો જીવ જોખમમાં મુકાઈ શકે છે
સુરત: શહેરમાં બે દિવસ માટે ડૉક્ટરો ભૂખ હડતાલ પર ઉતર્યા છે. IMA ગુજરાતના પૂર્વ પ્રમુખ ચંદ્રેશ જરદોશે આ હડતાળમાં મહાત્મા ગાંધીની વેશભૂષા ધારણ કરી હતી. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના ડૉક્ટરોનું કહેવું છે કે, આયુર્વેદના ડૉક્ટરો જટિલ રોગોની સારવાર કરે ત્યાં સુધી બરાબર છે પણ જો તેઓ આધુનિક શસ્ત્રક્રિયા કરશે તો દર્દીનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. કેન્દ્ર સરકારે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન થકી આયુર્વેદના તબીબોને હર્નિયા, આંખ, નાક, કાન, ગળા ઉપરાંત હરસ, ભગંદર સહિત 55 અંગો-રોગોમાં શસ્ત્રક્રિયા કરવાની છૂટ આપી છે. જેનો વિરોધ છેલ્લા કેટલાક સમયથી ડૉક્ટરો દ્વારા કરવામાં આવી રહ્યો છે.