- સુરતના સવજી ધોળકિયાએ ડ્રાઈવરોને હીરા ઘસવાની ટ્રેનિંગ આપી
- સવજી ધોળકિયાએ ફરી એક વખત લોકો સામે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
- ડ્રાઈવરોને નવરા અને ગપ્પા મારતા જોયા ત્યારે સવજી ધોળકિયાને આ વિચાર આવ્યો
સુરતઃ ઈચ્છાપોર ખાતે આવેલા હરેક્રિષ્ના એક્સપોર્ટ કંપની કે જે વિશ્વભરમાં રફ ડાયમન્ડ કટિંગ પોલિશિંગ કરી એક્સપોર્ટ કરે છે તેના માલિક અને દેશના પ્રખ્યાત હીરા ઉદ્યોગપતિ સવજી ધોળકિયાએ ફરી એક વખત લોકો સામે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સવજી ધોળકિયા નામ અનેક વખત દિવાળીના બોનસ પર પોતાના કર્મચારીઓને કાર અને ફ્લેટ આપવા બાબતે સાંભળવામાં આવ્યા છે, પરંતુ આ વખતે તેમણે જ્યારે પોતાના કંપનીમાં કાર્યરત બસના ડ્રાઈવરોને નવરા અને ગપ્પા મારતા જોયા હતા ત્યારે તેમણે વિચાર્યું કે, તેઓ અન્ય એવું કાર્ય કરે જેથી તેમની આવક વધે.
સવારે 9 વાગ્યે કંપની બસમાં અન્ય કર્મચારીઓ આવે છે
સવજી ધોળકિયાના વિચારના કારણે અચાનક જ કંપનીના બસ ડ્રાઈવરોના જીવનમાં પરિવર્તન આવી ગયું છે. શરૂઆતમાં સવજી ધોળકિયાએ 31 જેટલા બસ ડ્રાઇવરોને હીરા ઘસવાની ટ્રેનિંગ આપી હતી, જે હાથ ભારે ભરખમ બસ ચલાવતા હતા. તે નાજુક હીરાઓને આકાર આપતા થઈ ગયા છે. કંપની બસ ચલાવવા માટેની પગાર પણ લોકોને આપી રહી છે. સાથે હીરા ઘસવા બદલ પણ તેઓને સેલેરી આપવામાં આવી રહી છે. બસ ચાલકો સવારે 9 વાગ્યે અન્ય કર્મચારીઓને બસમા કંપનીમાં લાવે છે અને ત્યાર બાદ પોતે પણ હીરા ઘસે છે અને તે પછી સાંજે 6 વાગ્યે કંપનીના કર્મચારીઓને પરત તેમના ઘર મૂકે છે. આથી આ બસ ડ્રાઈવરની આવક બમણી થઈ છે. એક બાજુ બસ ચલાવવા માટે અને બીજી બાજુ હીરા ઘસવા માટે કંપની તેમને પગાર ચૂકવી રહી છે. આખો દિવસ એમ જ પોતાનો સમય પસાર કરી રહેલા ડ્રાઈવરો માટે આ સોનેરી તક મળી ગઈ છે.
નકારાત્મક વિચારો ન આવે તે માટે ડ્રાઈવરોને ટ્રેનિંગ આપી તેમની આવક બમણી કરીઃ સવજી ધોળકિયા