- સુરતમાં સફાઈ કામદારે કર્યો આપઘાતનો પ્રયાસ
- મ્યુનિ. કચેરી ખાતે જ કામદારે ફિનાઈલ પીધું
- ઉચ્ચ અધિકારી ત્રાસ આપતા હોવાનો કામદારનો આક્ષેપ સુરતમાં ઉચ્ચ અધિકારીઓના માનસિક ત્રાસથી સફાઈ કામદારે આપઘાતનો પ્રયાસ કર્યો
સુરતઃ સફાઈ કામદારનું કહેવું છે કે, મારી વાતને વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ નિરાકરણ ન આવતા ફિનાઈલ પીધું છે. સફાઈ કામદાર પાસેથી એક લેટર પણ મળી આવ્યો છે. ફિનાઈલ પીનાર વ્યક્તિ પાસેથી એક લેટર પણ મળી આવ્યું હતું. તે લેટરમાં કર્મચારી યુનિયન તરફથી પાલિકા અધિકારીઓને કરવામાં આવેલી રજૂઆતોનું કાગળ પણ મળી આવ્યું હતું. આ કાગળ પર એમ લખવામાં આવ્યું હતું કે, અઠવા ઝોન ગવિયરના અધિકારી VBDCના દિલીપ પટેલ સફાઈ કામદારોને માનસિક ત્રાસ આપી રહ્યા છે. ખેતીવાડી તથા ઘરનું કામ તથા અન્ય કામ આપવામાં ન આવે તો તેઓ દ્વારા અમને હેરાન પરેશાન કરવામાં આવે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે.