ગુજરાત

gujarat

ETV Bharat / city

Surat Child died: ધાબા ઉપર પતંગ ચગાવવા જતાં બાળક પાંચમાં માળેથી પટકાતાં મૃત્યુ - સુરતમાં બાળક પાંચમાં માળેથી પટકાતા મોત

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં પાલ એલ.પી.સવાણી રોડ ઉપર આવેલ નીલકંઠ એવન્યુમાં ધોરણ-1માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પતંગ ચગાવતી વખતે ધાબા ઉપરથી નીચે પટકાતા મોત (Surat Child died) થયુ હતું. એકના એક છોકરાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયુ છે. આ બાબતે અડાજણ પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Surat Child died: સુરતમાં ધાબા ઉપર પતંગ ચાગવા જતા બાળક પાંચમાં માળેથી પટકાતા મોત
Surat Child died: સુરતમાં ધાબા ઉપર પતંગ ચાગવા જતા બાળક પાંચમાં માળેથી પટકાતા મોત

By

Published : Dec 31, 2021, 1:55 PM IST

Updated : Dec 31, 2021, 2:09 PM IST

સુરત: અડાજણ વિસ્તારમાં આવેલ પાલ એલ.પી.સવાણી રોડ (L.p. savani road surat) ઉપર આવેલ નીલકંઠ એવન્યુમાં રહેતો 6 વર્ષીય તનય હિરેનભાઈ પટેલ જે ધોરણ-1માં અભ્યાસ કરે છે. ગત સાંજે બિલ્ડિંગના ધાબા ઉપર પોતાના મિત્રો સાથે પતંગ ચગાવતો હતો, દરમિયાન મિત્રોની સામેજ બિલ્ડીંગના ધાબા ઉપરથી અચાનક જ નીચે પટકાયો હતો. આ જોઈ મિત્રો બુમાબુમ કરી નીચે આવી ગયા હતા, પરંતુ 6 વર્ષીય તનય હિરેનભાઈ પટેલ નીચે પટકાતા જ હ્રદય બંધ થઈ ગયું (Surat Child died) હતું. આ જોઈ બિલ્ડીંગના રહીશો પણ દોડી આવ્યા હતા.

પરિવારનો એકનો એક દીકરો

આ બાબતે મૃતક તનયના પિતા હિરેનભાઈએ જણાવ્યુ હતુ કે, તનય રોજની જેમ પોતના બાળમિત્રો જોડે ધાબા ઉપર પતંગ ચાગવા જતો હતો. ગઈકાલે સાંજે પણ ગયો હતો, પણ કોને ખબર હતી કે આવું થવાનું હતું. તેની મમ્મીને લોકોએ કહ્યુ કે તનય નીચે પડી ગયો છે. એટલે તે નીચે ગઈ અને હું બહાર હતો મને કોલ આવ્યો ને મેં જોયુ કે તનય ઉપરથી નીચે પડી ગયો અને તેનું મોત થઇ ગયું છે. આમારા પરિવારનો એકનો એક દીકરો હતો. હું પોતે મદદનીશ પ્રાધ્યાપક છું, એગ્રીકલચર કોલેજ ઘોડદોડ રોડ, સુરત, બસ પોસ્ટ મોર્ટમ થાય પછી દીકરાના મૃતદેહને ઘરે લઈ જઈશું, પણ એની માતાને કેવી રીતે અને કેમ શાંત રાખવી એ ખબર નથી પડતી, એ તો દીકરાને મળવાની જીદ પકડીને બેઠી છે. હાલ અડાજણ પોલીસ (Adajan police of surat) આગળની કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો:Surat year ender 2021: સુરત શહેરમાં વર્ષ 2021માં ઘટેલી મહત્વની ઘટના માત્ર એક ક્લિકમાં...

આ પણ વાંચો:સુરતમાં ત્યજી દેવાયેલી હાલતમાં બે દિવસનુ નવજાત બાળક મળી આવ્યુ

Last Updated : Dec 31, 2021, 2:09 PM IST

ABOUT THE AUTHOR

...view details