ન્યુઝ ડેસ્કસોમવારના સાંજના સમયે બુટલેગર અને ઉમરપાડા પોલીસ વચ્ચે (cops and bootleggers) જે ફિલ્મી દ્રશ્યો સર્જાયા જેને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. શું બૂટલેગરો ને ખરેખર કાયદાનો કે પોલીસનો ડર નથી,આટલી બધી હિંમત બુટલેગરોમાં આવે છે કેમ જેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
બુટલેગરે પોલીસ પર ચઢાવી કાર, નથી રહ્યો કાયદાનો ડર - bootlegger rammed a car on policemen
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કેવડી ગામ પાસે કારમાં વિદેશી દારૂ ભરીને આવતા બુટલેગરએ ઉમરપાડા પોલીસથી બચવા બુટલેગર એ પોલીસ જવાનો પર કાર ચડાવી દીધી,સદનસીબે બન્ને પોલીસ જવાનોને કોઈ જાનહાનિ થઈ નથી. bootlegger rammed a car on policemen, The intrepid bootlegger,
આ પણ વાંચોપતિના મોત બાદ સસરાની કરોડોની મિલકત હડપવાનું ષડયંત્ર, પત્નીએ બોગસ ડોક્યૂમેન્ટ બનાવડાવ્યાં
બુટલેગરોને નથી રહ્યો પોલીસ કે કાયદાનો ડરસુરત જીલ્લાના ઉમરપાડા પોલીસને ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક કારમાં વિદેશી દારૂ આવી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે છટકું ગોઠવી દીધું હતું. બાતમી વાળી કાર પસાર થતા જ તેને અટકવાનો પ્રયાસ કર્યો હતો પણ બુટલેગરએ કાર પુર ઝડપે ચલાવી (bootlegger rammed a car on policemen) દીધી હતી. પોલીસે કારને પકડી પાડવા અલગ અલગ વાહનોથી પીછો કર્યો હતો. કાર ચાલકે પોલીસથી બચવા બાઈક પર પીછો કરી રહેલા બે પોલીસ જવાનો પર કાર ચડાવી દીધી હતી, જેમાં સદ નસીબે બન્ને પોલીસ જવાનો બચી ગયા હતા પણ બાઈકને નુકશાન પહોચ્યું હતું. બુટલેગર કાર લઈને ભાગી જવામાં સફળ રહ્યો હતો અને ઉમરપાડા તાલુકાના શરદા ગામ નજીક કાર મૂકી ભાગ્યો હતો. હાલ તો ઉમરપાડામાં પોલીસે કાર જપ્ત કરી લીધી છે, કારમાં તપાસ કરતા કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ (foreign liquor caught in surat) મળી આવ્યો છે.