- ઊંધા સુતેલા 22 વર્ષીય યુવકના ગુપ્તાંગમાં ફેક્ચર
- યુવકને સિવિલ હોસ્પિટલ લઇ જવાયો
- તબીબોએ કરી સર્જરી
સુરત: શહેરમાં એક 22 વર્ષીય યુવાના ઉંધુ સુઇ જતા તેના ગુપ્તાંગમાં ફેક્ચર થઇ ગયું હતું. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઉત્તરપ્રદેશનો રહેવાસી યુવક સારવાર અર્થે આવ્યો હતો. યુવક ઊંધા સુતા ગુપ્તાંગમાં ફેક્ચર થઈ જતા તબીબો પણ સાંભળી ચોકી ઉઠ્યા હતા.યુવક ઊંધો સૂઈ જતા તેના ગુપ્તાંગની નસો તૂટી ગઈ હતી જેને લીધે લોહીનો ગાઠ્ઠો જમતા તેના ગુપ્તાંગમાં સોજો થઈ ગયો હતો. સોજો થતા દુખાવો શરૂ થયો હતો જેથી યુવકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકના રિપોર્ટમાં ગુપ્તાંગમાં ફેક્ચર થયું હોવાનું નીકળતા ડોકટરો ચોકી ઉઠ્યા હતા.જોકે સમયસર યુવકની સર્જરી કરીને ડોક્ટરે તેનો જીવ બચાવ્યો હતો.
આ પણ વાંચો :છોટાઉદેપુરના સંખેડા તાલુકાના છુછાપુરા ગામ નજીક બસ અને કારનો અકસ્માત સર્જાતા 4ના મોત