ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત ગ્રામ્યમાં રવિવારે 6310 લોકોએ કોરાના રસી લીધી - Operation on a war footing

કોરોના મહામારીને રોકવા માટે રસીકરણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રવિવારે સુરત ગ્રામ્ય વિસ્તારમાં 6310 લોકોએ કોરોના રસી લીધી હતી.

xx
સુરત ગ્રામ્યમાં રવિવારે 6310 લોકોએ કોરાના રસી લીધી

By

Published : Jun 7, 2021, 12:11 PM IST

  • રવિવારે સુરત ગ્રામ્ય વિસ્તારમાં 6310 લોકોએ રસી લીધી
  • સૌથી વધુ બારડોલીના લોકોએ લીધી રસી
  • હાલ યુદ્ધના ધોરણે ચાલી રહ્યુ છે રસીકરણ

સુરત: રવિવારે સુરત ગ્રામ્યમાં 6310 લોકોને રસી મુકવામાં આવી જેમા 60 વર્ષથી ઉપરના 246એ ફર્સ્ટ અને 31લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હતો. જ્યારે 18થી44 વયના 4882 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો હતો.

6310 લોકોએ લીધી રસી

કોરાના વાઈરસનું સંક્રમણ અટકે અને કોરાના સામે લોકોને રક્ષણ મળી રહે તે માટે હાલ આરોગ્ય વિભાગ દ્વારા સુરત જિલ્લામાં યુદ્ધના ધોરણે કોરાના રસી મુકવામાં આવી રહી છે. રવિવારે ગ્રામ્યમાં 6310 લોકોને કોરાના રસી મુકવામાં આવી હતી,જેમાં 2 હેલ્થવર્કર ફર્સ્ટ લીધો હતો,11 ફ્રન્ટલાઈન વર્કરએ ફર્સ્ટ અને 02એ સેકેન્ડ ડોઝ લીધો હતો. 18થી44વર્ષના 4882 લોકોએ રસીનો ફર્સ્ટ ડોઝ લીધો હતો. 45થી59ઉંમરના 1002લોકોએ ફર્સ્ટ અને 134 લોકોએ સેકેન્ડ ડોઝ લીધો હતો. 60 વર્ષથી ઉપરના 246લોકોએ ફર્સ્ટ અને 31લોકોએ સેકેન્ડ ડોઝ લીધો હતો.

આ પણ વાંચો : સુરત ગ્રામ્ય વિસ્તારમાં શુક્રવારે 5622 લોકોનું રસીકરણ

સૌથી વધુ રસી બારડોલીના નગરજનોએ લીધી

કોરાના રસીમાં સૌથી વધુ રસી બારડોલી તાલુકાના લોકોએ લીધી હતી,જ્યારે અન્ય તાલુકામાં ચોર્યાસી 624,કામરેજ 844,પલસાણા 691,ઓલપાડ 1175,બારડોલી 1193,માંડવી 514,માંગરોળ 608,ઉમરપાડા 140,મહુવા 521 લોકોએ રસી લીધી હતી.

આ પણ વાંચો : સુરત ગ્રામ્યમાં ગુરૂવારે વધુ 2389 લોકોએ કોરાના રસી લીધી

ABOUT THE AUTHOR

...view details